ઉનાના સનખડા કુમાર પે સેન્ટર શાળા ખાતે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 14 વિભાગમાં બાળકોએ ટીમ બનાવી હતી અને તેમાં શાળાના બાળકોએ ભાગ લીધો હતો. આ આનંદ મેળામાં મસાલા મેગી, દાબેલી, વડાપાવ, ચાઈનીઝ સમોસા, ભૂંગળા બટાકા, પાણીપુરી, બટાકા પૌવા, અમેરિકન મકાઈ, રગડા ભેળ, લીંબુ શરબત, વરિયાળી શરબત, સેવ ખમણ જેવા વિભાગોમાં છાત્રો દ્વારા વિવિધ ખાદ્ય ચીજ વસ્તુઓ બનાવી હતી. આ વિવિધ ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ પણ શાળામાં કરવામાં આવ્યું હતું.
જેમાંથી બાળકોએ અંદાજિત 3500 જેવો નફો પણ કર્યો હતો. આ પ્રવૃત્તિમાં બાળકોમાં ખૂબ ઉત્સાહ સાથે લાગણી ફેલાઈ હતી. આ આનંદ મેળામાં જે નફો થયો તેમાંથી બાળકોને પતંગ ઉત્સવની ઉજવણી કરાવવામાં આવશે. જેમાં વાલીઓ, ગામના આગેવાનોનો પણ ખૂબ જ સહયોગ મળ્યો હતો. આ આનંદ મેળામાં શાળાના આચાર્ય પટેલ સતીશ નટવરભાઈ તથા સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી આ આનંદ મેળો સફળ બનાવ્યો હતો. શાળાના શિક્ષકો દ્વારા છાત્રોને અભિનંદન પાઠવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.