ફ્લેગ માર્ચનું આયોજન:ઉના શહેરના મુખ્ય માર્ગ પર RPSFના જવાનોની ફ્લેગ માર્ચ યોજાઈ

ઉના5 દિવસ પહેલા

વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ઉનામાં ચૂંટણીને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આર.પી.એસ.એફ જવાનોની ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા સ્થાનિક પોલીસ સાથે પ્રયાગરાજના 40 જેટલાં આર.પી.એસ.એફ જવાનો શહેરનાં વિવિઘ માર્ગો પરથી પસાર થઈ ટાવર ચોક ખાતે આવ્યાં હતા.

RPSFના 40 જવાનો ફ્લેગમાર્ચમાં જોડાયા
આ ફ્લેગમાર્ચ ઉનાના રાજ્યમાર્ડો પર નીકળી હતી. જેથી ચૂંટણી સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન બને, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ફલેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગ માર્ચમાં સ્થાનિક પોલીસ સાથે પ્રયાગરાજના 40 જેટલાં આર.પી.એસ.એફ જવાનો શહેરનાં વિવિઘ માર્ગો પરથી પસાર થઈ ટાવર ચોક ખાતે આવ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...