તપાસ:ઊનાના નવાબંદર દરિયામાં પડી જતા માછીમાર ગુમ થયો

ઊના25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાત્રીના ફીશીગ સમયે મધદરિયે બની ઘટના

ઊનાનાં નવાબંદર દરિયા કિનારેથી રાત્રીના ફિશીંગ માટે ખલાસીઓ સાથેની બોટ મધદરિયે ગયેલ અને ફીશીગ દરમ્યાન અકસ્માતે એક ખલાશી પડી જતાં દરીયાનાં ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતાં લાપત્તા બનેલાં માછીમારની શોધખોળ કરવાં છતાં કોઈ પતો નહીં મળતાં ગુમ થયેલા માછીમારના પરીવાર પર આભ ફાટી પડ્યું છે. આ બાબતે બોટના માલીકે પોલીસને જાણ કરતાં પોલીસે પણ તપાસ હાથ ધરી છે.

ઊના તાલુકાનાં નવાબંદર ગામના સાદીક ઈસ્માઈલ ચાવડાની માલીકીની અજમેરી નામની બોટ જી જે 14 247 ગત રાત્રીના સમયે 7 ખલાસીઓ ટંડલ સાથે ફીશીગ કરવા ગયેલ હતી. અને મધદરિયે ફીશીગ દરમ્યાન કોઈપણ કારણોસર બોટમાં રહેલ ચાવડા હશન આરીફભાઈ (ઉ.વ. 21) નામનો ખલાશી દરિયામાં પડી જતાં ઉંડા પાણીમાં ગરક થઈ ગયેલ બોટમાં રહેલાં અન્ય ખલાસી આ યુવાનની દરિયાના પાણીમાં શોધખોળ હાથ ધરી હતી.

પરંતુ પાણીમાં ગરક થયેલા માછીમારનો પત્તો નહીં લાગતાં આ બાબતે મરીન પોલીસ સ્ટેશનમાં બોટનાં માલીકએ અરજી આપી જાણ કરતાં પોલીસે પણ યુવાનની તપાસ હાથ ધરી છે. રાત્રીના દશ વાગ્યાનાં સમયે ફીશીગ માટે બોટ રવાનાં થયાં બાદ દશથી પંદર નોટી માઈલ દુર ફીશીગ દરમ્યાન ઘટના બનતાં અને તેની જાણ બોટ માલીક અને યુવાનનાં પરીવાર ને થતાં ચિંતિત બન્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...