સિંહણની મિજબાની કેમેરામાં કેદ:ખેતરમાં ઉભેલી ગાય પર અચાનક સિંહણે હુમલો કર્યો, પહેલા ઢસડીને લઈ જવાનો પ્રયાસ કર્યો પછી મારણ કરી મિજબાની માણી

ઉના2 મહિનો પહેલા
  • વાહન ચાલકોએ પોતાના વાહનના પ્રકાશથી સમગ્ર મારણની લાઇવ ઘટના નિહાળી

ગીર જંગલના વન્યપ્રાણીઓ રેવન્યુ વિસ્તારમાં સહેલાયથી શિકાર મળી રહેતો હોવાથી અવાર નવાર ગામની સીમ વિસ્તારમાં ધુચી આવતા હોય છે. તેમજ ગામના પાદર સુધી પહોચી અને મુંગા પશુઓના મારણ કરી સીમ વાડી વિસ્તારમાં ચાલ્યા જતાં હોય છે. ત્યારે ગત મોડી રાત્રીના સામતેર ગામની સીમ વાડી વિસ્તારમાં એક સિંહણ આવી ચઢતા રેઢીયાર ગાય પર હુમલો કરી મારણ કર્યુ હતું.

સિંહણે ગાય પર હુમલો કરી દેતા ગાય નિચે પડી
ઊના ભાવનગર હાઇવે પર આવેલ સામતેર ગામ પાસે ખેતીવાડી ધરાવતા ખેડૂત વિનુભાઇ ભીમભાઇ જાદવની વાડી હાઇવે રસ્તા પર આવેલી છે. ગત મોડી રાત્રીના સમયે સિંહણ શિકારની શોધમાં આવી ચઢેલ અને વિનુભાઈના મકાન સામેજ સિંહણે ગાય પર હુમલો કરી દેતા ગાય નિચે પડી ગઈ હતી. બાદ સિંહણે ગળાના ભાગે પકડી ખેતરમાં ઢસળીને લઇ જવાનો પ્રયાસ કર્યો બાદ ગાયનું મારણ કરી મિજબાની માણી હતી. જોકે ગાયનો ભાંભરવાનો અવાજ આવતા માલીક જાગીની બહાર દોડી આવ્યા હતા. હાઇવે પરથી પસાર થતાં વાહન ચાલકોએ પણ પોતાના વાહનના પ્રકાશથી સમગ્ર મારણની લાઇવ ઘટના નિહાળી હતી.

ગાયના મારણની ઘટનાથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે
આ ઘટનાથી ગામલોકોમાં ભયનો માહોલ ફેલાય ગયો છે. આઠ દિવસ પહેલા સામતેર નજીક આવેલ કાણકબરડા ગામમાં સિંહે ગાયનું મારણ કર્યુ હતું. આમ આ વિસ્તારમાં વન્યપ્રાણીએ રહેણાંક બનાવી લીધુ હોય તેમ અવાર નવાર પશુઓ પર હુમલાની ઘટના જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...