ઉનાના મોટા સમઢિયાળા ગામે રહેતા બે યુવાન શહેરમાંથી બાઈક લઈને જતા હતા. એ વખતે ત્રણ શખ્સોએ અગાઉ થયેલી ફરીયાદમાં સમાધાન કરી લેવા અને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવાને ત્રણ શખ્સો સામે ફરીયાદ નોધવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
મોટા સમઢીયાળા ગામના દલીતકાંડના ફરિયાદી વશરામ બાબુ સરવૈયા પોતાના કાકાના દિકરા સાથે બાઇક પર જતા હતા. ત્યારે ઉના શહેરમાં આવેલી શીવાજી પાર્ક પાસે દલીતકાંડમાં સંડોવાયેલા આરોપી પ્રમોદગીરી ગોસ્વામી તેમજ તેની સાથે રહેલા બળવંતગીરી ધીરૂગીરી અને અન્ય અજાણ્યા વ્યક્તિ સાથે મળી વશરામ બાલુ વરવૈયાને રોકાવી શખ્સોએ ધમકી આપી હતી. કે ઉના કાંડના કેસમાં સમાધાન કરવાનું છે કે નહીં, તેમ જણાવી મારી નાખવાની ધમધકી આપતાં શખ્સોએ જ્ઞાતિ પ્રત્યુ હડધુત કર્યા અંગેની ઉના પોલીસમાં ફરીયાદ નોધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.