ઉચ્ચકક્ષાએ રજુઆત:વનતંત્ર દ્વારા યાત્રિકોને ખોટી કનડગત કરાતી હોય આવેદન અપાયું

ઊના12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગીરગઢડાનાં બાબરીયા ચેકપોસ્ટથી પાતલેશ્વર મહાદેવ મંદિરના રસ્તા મુદ્દે યોગ્ય કરવા માંગ

ગીરગઢડા તાલુકામાં આવેલ બાબરીયા ચેકપોસ્ટથી પાતલેશ્વર મહાદેવ મંદિર તરફ જવાનો રસ્તો છે. જ્યા યાત્રિકો દ્વારા શ્રાવણ માસ દરમિયાન દર્શનાર્થે દેશભરમાંથી ઘણા લોકો ઉમટી પડે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી યાત્રિકોને ફોરેસ્ટના અધિકારીઓ દ્વારા એનકેન પ્રકારે કન્નડગત કરી દર્શને જવા દેવામાં આવતા નથી.

તેમજ ગીરગઢડા તાલુકામાં બાબરીયા રેન્જમાં ફરજ બજાવતા પરમારભાઈ દ્વારા 1 ઓગસ્ટના રોજ દીપકભાઈ સોલંકીને ધમકાવીને કહ્યું હતું કે, પાતલેશ્વર મહાદેવના મંદિરે જવાના રસ્તા બાબતે જાહેરહીતની અરજી જે કરેલ છે. તે પાછી ખેંતી લેજો નહીંતર જોયા જેવી થઈ જશે. તારે દર્શન કરવા આવવાનું હોય છે તને ખોટી ફરિયાદમાં ફસાવી ફીટ કરી દઈશું તુ હજુ મને ઓળખતો નથી.

વનવિભાગના કર્મીઓ કોઈનો ડર રાખ્યા વગર પોતાની મનમાની ચલાવે છે. અને મહાદેવના દર્શને આવતા લોકોને પોતાના હોદ્દાનો ડર બતાવી હોદ્દાનો દુર ઉપયોગ કરે છે. તેમ જંગલ ખાતાના કોઈ અધિકારીને કોઈ પ્રશ્ન કરવા નહીં અને કોઈ અરજી કરવી નહી એવી ધમકીઓ પણ આપવામાં આવે છે.તેમજ અગાઉ પણ વનવિભાગ દ્વારા હેરાન કરેલ એ બાબતે ગીરગઢડા પોલીસમાં અરજી પણ આપેલ છે.

આમ પોતાની મનમાનીથી ફરજ બજાવતા અધિકારીઓ દ્વારા લોકોની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડવામાં આવી રહી છે. દર્શનાર્થે જતાં યાત્રાળુઓ જેવો બહાર ગામથી દર્શનાર્થે આવતા લોકોને હેરાન કરવામાં આવી રહ્યાં છે. આમ પોતાની મનમાનીથી કામ કરતા અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે મામલતદાર મારફતે ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામાં આવી હતી.જયેશગોંધીયા

અન્ય સમાચારો પણ છે...