એક મતની કીંમત:ગીર જંગલ મધ્યેના બાણેજમાં 1 મતદાર માટે બુથ ઉભું કરાય છે

ઊના24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દર ચૂંટણીમાં 8 નોડલ ઓફિસર અને સુરક્ષા કર્મચારીઓ તૈનાત રહે છે

ભારતનું ચૂંટણીપંચ દેશનો એક પણ નાગરિક મતદાન કર્યા વિના ન રહે એની તકેદારી રાખવાનું કાયમી ધ્યેય ધરાવે છે. હિમાલયનાં બર્ફીલા પહાડો હોય કે કચ્છનું રણ કે પછી ગીર જંગલ ચૂંટણી પંચ કોઇપણ સ્થળે મતદાન મથક ઉભું કરે છે. ગીર-સોમનાથ જિલ્લાના ગીરમધ્યે આવેલ જામવાળા ગીરથી 25 કિમી દૂર ઘનઘોર જંગલમાં બાણેજ આવેલું છે. અને બાણગંગા તીર્થધામ તરીકે ઓળખ છે. અહીંના મહંત હરીદાસબાપુ એક માત્ર મતદાર છે.

અને તેમની પહેલા તેઓના ગુરૂ ભરતદાસબાપુ અહીંના એક માત્ર મતદાર હતા. તેઓના સ્વર્ગવાસ બાદ હરીદાસબાપુ ભરતદાસબાપુના સીધા વારસદારને લઈ બુથના એક માત્ર મતદાતા બન્યા છે. દર વર્ષે ચૂંટણી પંચ હરીદાસબાપુના મત માટે 8 નોડલ ઓફિસર અને સુરક્ષા કર્મીઓથી સજ્જ મતદાન મથક ઉભુ કરે છે. જે લોકશાહી પર્વમાં એક મતની શું કીંમત હોય એ દર્શાવે છે.

2002નાં વર્ષમાં બુથ બન્યું’ હતું
સમગ્ર ભારતમાં એક માત્ર બુથ 2002થી બાણેજ બન્યું છે. અને ચૂંટણી પંચ દ્વારા દર ચૂંટણીમાં અહીં મતદાન મથક ઉભુ કરાય છે. જ્યારે હરીદાસબાપુએ કહ્યું હતું કે, અહીં કોઈ નેતા પ્રચાર માટે આવ્યા નથી. અહીં મારો એક જ મત છે. આ ઉપરાંત અહીં નેશનલ પાર્ક હોવાના કારણે કોઈ વિશેષ સુવિધા ન મળે પરંતુ 25 કિમીનો માર્ગ બિસ્માર હોય છતાં શ્રદ્ધાંળુઓ અહીં પહોંચે છે. આ માર્ગનું સમારકામ થાય એ પણ જરૂરી છે.
અહીં 100 ટકા મતદાન નોંધાય છે
ગીરના બાણેજમાં સિંહ દીપડો સહિતના પ્રાણીઓ સાથે પણ રૂબરૂ થવું પડે છે. ચૂંટણી પંચ એક મત માટે આખું પોલિંગ બુથ ઉભું કરે છે. એ નવાઈની વાત છે. ચૂંટણી પંચ કહે છે કે દરેક મતદાતાનો મત ગુપ્ત રહે છે પરંતુ બાણેજ બુથ ચૂંટણી પંચના દાવાને ખોટો સાબિત કરે છે. જી હા મતદાન માટે બનાવેલી મત કુટિરમાં જ્યારે અહીંના નાગરીક અને મહંત મતદાન કરે છે ત્યારે તો તે મત ગુપ્ત રહે છે. પરંતુ મત ગણતરી સમયે બાણેજ ઈવીએમ ખુલે એટલે બાપુનો મત ખુલ્લો થઈ જાય છે.

અન્ય સમાચારો પણ છે...