અજગર આવી ચડતાં લોકોમાં ભય:ઊનાના સોંદરડીમાં રહેણાંક મકાનમાં 10 ફૂટનો અજગર આવી ચડતા અફડાતફડી; વનવિભાગે રેસ્કયુ કરતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો

ઉનાએક મહિનો પહેલા

છેલ્લા અઠવાડીમાં ઉના તાલુકાના અલગ અલગ ગામની સીમ-વાડી વિસ્તારોમાં ચાર જેટલા મહાકાય અજગર આવી ચડતા વનવિભાગ દ્વારા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ત્યારે આજે રાત્રીના સમયે ઉનાના સોંદરડી ગામના રહેણાંક મકાનના રસોડામાં 10 ફૂટનો અજગર આવી ચઢ્યો હતો અને વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો.

અજગર ઘુસી આવતા અફડા તફડી મચી જવા પામી
રાત્રીનાં સમયે સોંદરડી ગામે રહેતા કિશોરસિંહ બાલુભા ગોહીલના ઘરના રસોડામાં ફુટનો લાંબો અજગર ઘુસી આવતા અફડા તફડી મચી જવા પામી હતી, જેમાં આજુબાજુના લોકો એકઠા થઇ ગયા હતા. આ મહાકાય અજગરને જોતાં લોકોમાં ભય ફેલાઈ ગયો હતો. આ અંગે ઘર માલિકે વનવિભાગનો સંપર્ક કરતાં તાત્કાલિક વનવિભાગનો સ્ટાફ રેસ્ક્યુ ટીમ સાથે સ્થળ પર દોડી ગયો હતો. મહામુસીબતે રસોડામાં છુપાયેલા મહાકાય અજગરનું રેસ્ક્યુ કરી સલામત રીતે કોથળામાં પૂરી જંગલમાં મુક્ત કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...