મહાકાય અજગરનું રેસ્ક્યુ:ઉનાના ઉમેજ ગામે આંબાવાળીમાંથી 10 ફુટ લંબાઈ ધરાવતો મહાકાય અજગર આવી ચઢ્યો, ખેડુતોમાં ભયનો માહોલ ફેલાયો

ઉના3 મહિનો પહેલા

ઉના તાલુકાના ઉમેજ ગામે એક આંબાવાડીમાં મહાકાય અજગર વાડીમાં આવી ચઢેલા હોય વાડી માલિકને નજરે પડતા તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. રેસ્ક્યું ટીમ સ્થળ પર દોડી જઈ આ મહાકાય અજગરનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યો હતો.

ઉમેજ ગામે રાવલ નદીના કિનારે આંબાનો બગીચો ધરાવતા સિવરાજસિંહ ભૂપતભા સાંખટની વાડીમાં 10 ફૂટ લંબાઈ ધરાવતો મહાકાય અજગર માલિકને નજરે પડતાં જશાધાર ગીર ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી. ગીર ફોરેસ્ટ વિભાગના અધિકારી વી.આર.ચાવડા, જે.સી.ઝાલા, રણજીત પરમાર અનેં રામભાઇ મકવાણાએ ઉમેજ ગામે આવીને અજગરને મહામુસીબતે રેસ્ક્યુ કરી કોથળામાં લઈ જઈ જંગલમાં સલામત સ્થળે ખસેડવામાં આવ્યો હતો. જેથી વાડી માલીકે હાશકારો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...