37મી ગીરનાર સ્પર્ધા જે દર વર્ષે જાન્યું. ફેબ્રુઆરી મહિનામાં યોજાય છે. જેમાં ઉના તાલુકાના યુવક યુવતીઓ ગીરનાર સ્પર્ધામાં ૩થી 10માં ક્રમે 9 સ્પર્ધકો ભાઇ-બહેનો વિજેતા બન્યા છે. આ સ્પર્ધામાં ઉના પાલડી ગામના બે સ્પર્ધકો યુવક, યુવતી આ સ્પર્ધામાં ત્રીજા ક્રમે વિજેતા બન્યા હતા. આ સિવાય તાલુકાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાંથી ભાઇ-બહેનો ત્રીજાથી દશમાં ક્રમ સુધી વિજેતા થતા સમગ્ર ઉના તાલુકાનું ગૌરવ વધાર્યું છે.
પાલડી ગામના સિનીયર ભાઇઓમાં શૈલેષ ભુપતભાઈ ચૌહાણએ 64 મીનીટ 16 સેકન્ડમાં દોડ પૂર્ણ કરી ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. તેમજ જુનિયર ગર્લ્સ અસ્મિતાબેન ધીરૂભાઈ પરમારે 44 મિનીટ 59 સેકન્ડમાં દોડ પૂર્ણ કરી બન્ને ત્રિજા નંબરે વિજેતા થયા હતા. આમ ઉના તાલુકાના કુલ 9 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં ત્રણથી દશમાં ક્રમે વિજેતા થયા હતા. આ તમામ વિજેતાને રોકડ પુરસ્કાર, ટ્રોફી એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું. હવે તા.5 ફેબ્રુઆરી 2023ના રોજ ઓલ ઇન્ડિયા ગિરનાર સ્પર્ધામાં ભાગ લેશે. તાલુકાના તમામ 9 સ્પર્ધકો ભાઇ-બહેનોને યુવા કોળી સંગઠનના પ્રમુખ અને ન.પાલીકા સદસ્ય એ ફુલહાર કરી સન્માનીત કરવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.