ઊના શહેર અને પંથકમાં હાથીપગા રોગના 9 કેસ સામે આવ્યા બાદ તંત્રએ તકેદારીનાં ભાગ રૂપે લોહીના સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરી હતી. ઊના શહેર અને તાલુકામાં હાથીપગાના રોગને નાબૂદ કરવા આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રાત્રીના બાળકોના બ્લડ સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરાઈ છે.
આરોગ્ય વિભાગની 6 ટીમ દ્વારા 60 સેમ્પલ લેવાયા છે. તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિપુલ ડુમાતરે કહ્યું હતું કે, આ રોગ કોઈ રોગી વ્યકિત કે જેને હાથીપગાનો ચેપ લાગ્યો હોય તેણે ક્યુલેક્ષ નામનું મચ્છર કરડે અને તે મચ્છર સામાન્ય માણસને કરડે તેમાંથી ફેલાઈ છે. જે બેંડ ડ્રોફ્ટી નામના પેરાસાઈડ દ્વારા થાય છે. અને રાત્રીના જ બ્લડ સેમ્પલ લેવાય છે.
કારણ કે, આ સમયે વ્યક્તિના શરીરમાં પરિભ્રમણમાં નિકળતા હોવાથી સુઈ ગયા બાદ હાથની આંગળીમાંથી સેમ્પલ લેવાય છે. અને જે વિસ્તારમાં આ કેસ હોય તેના 50થી 100 મીટરના એરીયામાં બ્લડ સેમ્પલ લેવાયા હતા. જેથી કોઈ વ્યક્તિને બ્લડ ઈન્ફેક્શન આવ્યું હોય તો આ રોગની તપાસ કરાય છે.
આ વિસ્તાર ઓછા હોય પરંતુ કાંઠા વિસ્તારોમાં હાથી પગાના કેસ વધુ જોવા મળતા હોય છે. બ્લડ સેમ્પલની કામગીરીમાં અર્બલ હેલ્થ ઓફિસર ડો. જગદીશ પંપાણીયા, તાલુકા સુપરવાઈઝર વિપુલભાઈ સોલંકી, મેલરીયા સુપરવાઈઝર પ્રકાશભાઈ યાદવ સહિતનાં જોડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.