ઉનાના સનખડા-દુધાળા ગામ વચ્ચે રસ્તા પરથી એક અજગર રોડ પસાર કરતી વખતે વાહન ચાલકોને નજરે પડ્યો હતો. જે અંગની વનવિભાગને જાણ કરવામાં આવી હતી. રેસ્ક્યુ ટીમે સ્થળ પર દોડી જઇ અજગરને સલામત સ્થળે છોડ્યો હતો.
અજગર જોવા મળતાં લોકોમાં ભયનો માહોલ
સનખડા- દુધાળા ગામ વચ્ચે રસ્તા ઉપરથી એક 8 ફૂટ લંબાઈ ધરાવતો મહાકાય અજગર પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન અચાનક વાહન ચાલકોને નજરે પડ્યો હતો. જેથી તાત્કાલિક વન વિભાગને જાણ કરતાં રેસ્ક્યુ ટીમ સહિત સ્થળ પર દોડી ગયેલ અને અજગરનું રેસ્ક્યુ કરી પ્લાસ્ટિકના કોથળામાં પકડી આ અજગરને જંગલમાં દૂર સલામત સ્થળે મુક્ત કરવામાં આવ્યો હતો. જોકે છેલ્લા ઘણા સમયથી ઉના તાલુકાની સીમના વાડી વિસ્તારમાં અજગર જોવા મળી રહ્યા છે. ત્યારે લોકોમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.