ઉનાના ભેભા ગામમાં રહેતા એક વૃધ્ધ મહિલાને બોલેરો કાર ચાલકે ગાડી રીવર્સ લેતા વૃધ્ધને અડફેટે લીધો હતો. ગંભીર રીતે ઇજા પહોંચતા ઘટનાસ્થળ પરજ વૃધ્ધ મહીલાનું મોત નિપજ્યુ હતું. અંગે મૃતકના દીકરાએ ગીર ગઢડા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ભેભા ગામે રહેતા કડવીબેન પાંચાભાઇ પરમાર ઉ.વ.65 ને બોલેરો કાર નં.જીજે. 32 ટી 8182ના ચાલકે બે ફીકરાઈથી પુરપાટ ઝડપે વૃધ્ધ મહીલા ચાલીને નજીક કુંટુંબીકના ઘરે જતા હતા. એ દરમિયાન જુની નિશાળ પાસે કાર ચાલકે પોતાની કાર રીવર્સ લેતી વખતે વૃધ્ધાને અડફેટે લેતા ગંભીર ઇજા પહોંચી હતી.
આ બનાવમાં વૃધ્ધનું ઘટનાસ્થળેજ કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતું. આ અકસ્માત થતાં આજુબાજુના લોકો એકઠા થઇ ગયા હતા. ઇમરજન્સી 108માં ઉના સરકારી હોસ્પીટલે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે પોલીસમાં ગીગાભાઇ પાંચાભાઇ પરમારે ગીરગઢડા પોલીસમાં બોલેરો કાર ચાલક સામે ફરીયાદ નોંધાવતા પોલીસે કાર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.