ખનીજચોરોમાં ફફડાટ:ઊના પંથકમાંથી ગેરકાયદેસર ઓવરલોડ ખનીજ ભરેલાં 6 ટ્રેક્ટર ઝડપાયાં; કુલ રૂ. 35 લાખનો મુદ્દામાલ ઝડપાયો

ઉનાએક મહિનો પહેલા

ઉના નાયબ કલેક્ટરના અધિકારીઓએ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને સાથે રાખીને ઉના તાલુકાના નવાબંદર, જરગલી, નાંદરખ સહીતના ગામોમાંથી ગેરકાયદેસર ઓવરલોડ પથ્થર તેમજ રેતી ભરેલા 6 ટ્રેક્ટરો ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

રૂ. 35 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી
ઊના પંથકના રાવલ નદી કાંઠાના વિસ્તારોમાંથી રેતી ઓવરલોડ ખનિજ ભરી પસાર થતા ટ્રેક્ટરને પકડી પાડવા તંત્ર સફળ જાગ્યું હોય તેમ ઊનાની દરીયાઈ સીમમાંથી ખનિજ માફીયાઓ દ્વારા ઘુસી રેતીને ટ્રેક્ટ​​​​​​​રમાં ઓવરલોડ ભરીને રોયલ્ટી પાસ પરમીટ વગર ભરતા ગેરકાયદેસર ટ્રેક્ટરો ઝડપાયાં હતાં. જેમાં નવાબંદરમાંથી 3, જરગલીમાંથી 2 તેમજ નાંદરખ ગામેથી 1 આમ કુલ 6 ટ્રેક્ટરો સહિત અંદાજે રૂ. 35 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

​​​​​​​ટ્રેક્ટરોને જપ્ત કરીને નાયબ કલેક્ટર કચેરી ખાતે રાખવામાં આવ્યાં
આ ખનિજ માફિયાઓની દેખરેખ હેઠળ હેરાફેરી કરીને ક્યાં ખાલી કરવાનું હતું અને રોયલ્ટી તેમજ ખનિજ કાઢવા હેરાફેરી કરવાની લીઝ મંજૂરી લેવાયેલ છે? તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં ચાર ટ્રેક્ટરોને જપ્તે કરીને નાયબ કલેક્ટર કચેરી ખાતે રાખવામાં આવ્યાં છે અને ખનિજ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...