ઊનાના રામપરા ગામે આવેલ જમીન બાબતે કોર્ટમાં દાવો ચાલુ હોય જેના મનદુ:ખમાં 6 શખ્સો વિવાદવાળી જમીનમાં લાકડીઓ સાથે પહોંચી ગયા હતા અને બે ભાઈઓને છરી તથા લાકડા વડે મારમારી ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ બનાવમાં યુવાને મહિલા સહિત 6 શખ્સ સામે નવાબંદર મરીન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ઊનામાં રહેતા ભીમગીરી હિરાગીરી ગોસ્વામી, નટવરગીરી હિરાગીરીને નરેશ રાજશી, નારણ રાજશી, નરેશની પત્ની, કાળીબેન રાજશી, જયાબેન રાજશી તેમજ પિયુષ મેરૂ રહે. રામપરા આ તમામને જમીન બાબતે કોર્ટમાં દાવો ચાલતો હોય જે બાબતનાં મનદુ:ખમાં આ તમામ શખ્સો વિવાદવાળી જમીનમાં લાકડીઓ લઈને ઉભા હોય ત્યારે ભીમગીરી, નટવરગીરી બંને યુવાનો સમજાવવા જતા એકદમ ઉશ્કેરાઈ ગયા હતા.
તમામ શખ્સોએ ગેરકાયદેસર મંડળી રચી ગાળો ભાંડી પાછળથી છરી જેવા ઘાતક હથિયાર તેમજ લાકડી વડે આડેધડ માર મારી જમણા હાથની આંગળીમાં ફેકચર તેમજ મુંઢ ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવમાં ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયેલ છે. આ અંગે ભીમગીરી હિરાગીરી ગોસ્વામીએ નવાબંદર મરીન પોલીસમાં મહિલા સહિત છ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.