ગીરગઢડાના ખિલાવડ ગામે બાઇક ચાલુ કરતી વખતે લાઇટ સામે પડવા જેવી કોઈ વાતને લઈ બે પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી.બાદમાં 6 વ્યક્તિને પાઇપ,લાકડા વડે માર માર્યો હોવાનો બનાવ બન્યો હતો અને 16 શખ્સ સામે ફરિયાદ નોંધાઈ હતી. ગીરગઢડાના ખિલાવડ ગામે રહેતા સુલતાન હાજી દલ પોતાની બાઇક ચાલુ કરતો હોય.
ત્યારે બાઇકની લાઇટ ખુમાણસિંહ ભાણજી ખસીયાને સામે પડતા ઉશ્કેરાઇ જઇ સુલતાનને ગાળો કાઢી અન્ય શખ્સો કુલદીપસિંહ, અનિરૂધ ભાણજી ખસીયા, રામસિંહ હમીર ખસીયા, આમ ભીખુ ખસીયા, હકુ ખસીયા, હમીર અરજણ ખસીયા તેમજ જીકુ અરજણ ખસીયા સહીતએ એકસંપ કરી જીવલેણ હથિયારો વડે હુમલો કરી ઇજા કરી હતી. ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પીટલે ખસેડાયેલ હોય આ બાબતે સુલતાનભાઇ દલે આઠ શખ્સો વિરૂધ ફરીયાદ નોધાવતા પોલીસે ધોરણસની કાર્યવાહી હાથ ધરેલ છે.
આ ઉપરાંત સામે પક્ષના ખીલાવડ ગામના ખુમાણસિંહ ભાણજી ખસીયા પોતાની બાઇક લઇ નિકળેલ ત્યારે સુલતાન હાજી દલે બાઇકની લાઇટ કરેલ હોય જેથી ખુમાણસિંહે સમજાવતા હોય ત્યારે ઉશ્કેરાય જઇ ગાળો આપી સુલતાન હાજી, એજાજ અબ્બાસ બાદશાદ, હનીફ આમન સુમરા, ઓસમણ આમન સુમરા, વલી દાદમહમદ, જુબેર કાળુ, લાદીન મહમદ તેમજ યુનુસ કાળુ જખરા સહીતના ઓએ એકસંપ કરી ગેરકાયદેસર મંડળી રચી પાઇપ તેમજ લાકડી વડે જીવલેણ હથિયાર ધારણ કરી મારમારી ગંભીર ઇજા કરતા આ બાબતે આઠ શખ્સો સામે ગીરગઢડા પોલીસમાં ફરીયાદ નોધાવેલ હતી.આ બનાવમાં 6 વ્યક્તિને ઈજા પહોંચી હતી.અને ઊના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં.અને સામ-સામી ફરિયાદ નોંધાઈ હતી.16 શખ્સ સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.