ગીરગઢડાનાં ફાટસર શાળા દ્વારા છાત્રોને પ્રથમ હવાઈ મુસાફરી કરાવાઈ હતી. ત્યારે જ હવે દાતાઓના સહકારથી વિદેશ પ્રવાસનું આયોજન કરાયું છે. અને 56 બાળકો નેપાળના પ્રવાસે જશે અને બેગ, કોલગેટ, બ્રચ, તેલ, ડ્રેસ સહિતની સામગ્રી શાળા, દાતા તરફથી અપાશે અને એસએમસી, ગ્રામ પંચાયત, આગેવાનો અને આચાર્યની બેઠક મળી હતી.
અને સહયોગ આપવા અપીલ કરાઈ હતી. પ્રથમ હવાઈ મુસાફરી માટે ગ્રામજનોએ 3 લાખ જ્યારે બીજા પ્રવાસ માટે દોઢ લાખ એમ કુલ 5 લાખની રકમ અપાઈ છે. આગામી તા.3નાં શિક્ષણ વિભાગ દ્વારા મંજૂરી અપાઈ છે અને આ પ્રવાસને સફળ બનાવવા આચાર્ય કૌશીકભાઈ લાખાણી, સ્ટાફ જહેમત ઉઠાવી રહ્યો છે. આ ઉપરાંત ઊનાના ધારાસભ્ય કે.સી. રાઠોડ દ્વારા પણ 25 હજાર અપાયા છે. }તસવીર - જયેશ ગોંધીયા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.