બ્લડ ડોનેટ કેમ્પ:ઉનામાં ગણેશજીના પંડાલમાં આયોજીત કેમ્પમાં 51 બોટલ એકત્ર; એ.સી ગ્રુપના યુવાનો સહિત શહેરના લોકોએ બલ્ડ ડોનેટ કર્યું

ઉના19 દિવસ પહેલા

ઉના ગોપાલની વાડી પાસે છેલ્લા 12 વર્ષથી છત્રપતિ શિવાજી મહારાજ મરાઠા મિત્ર મંડળ દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં‌ આવે છે. ત્યારે આ વર્ષે છત્રપતિ શિવાજી મહારાજ મરાઠા મિત્રમંડળના પ્રમુખ બંટીભાઈ અને તેમની ટીમના સેવાભાવી લોકો દ્રારા ગણેશજીના પંડાલમાં બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉના શહેરમાં છત્રપતિ શિવાજી મહારાજ મરાઠા મિત્રમંડળ દ્વારા ગણેશજીની સ્થાપના કરેલ આ પંડાલમાં જ બલ્ડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ બલ્ડ ડોનેટ કેમ્પમાં કુલ 51 જેટલા વ્યક્તિઓએ બલ્ડ ડોનેટ કરી અને આ સેવાના કાર્યમાં સહભાગી બન્યા હતા. ત્યારે ઉના નગરપાલિકાના પુર્વ પ્રમુખના પુત્ર અને હાલના નગર પાલિકા સદસ્ય અને એ.સી ગ્રુપના આગેવાન મનોજભાઈ બાંભણીયા સહીત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. અને એ.સી ગ્રુપના યુવાનોએ તથા શહેરના લોકોએ બલ્ડ ડોનેટ કર્યું હતું. આમ શહેરમાં ગણેશજીના પંડાલમાં બ્લડ ડોનેટ કેમ્પમાં 51 બોટલો એકત્ર થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...