ઊનાના સનખડા ગામે બાવળ નીચે જુગાર રમાતો હોવાની બાતમી આધારે પોલીસે રેઇડ કરતા સ્થળ પરથી રોકડ રકમ સાથે પાંચ શખ્સોને ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ભીમ કાળુભાઈ જાદવ, વનરાજ કરશનભાઈ ગોહીલ, કાનજી અરજણભાઈ વાઘેલા, બીપીનસિંહ દોલુભા રાઠોડ તેમજ ભરત ઉર્ફે બલી અરજણભાઈ ઝાલા રહે. સનખડા ગામમાં બાવળની ઝાડ નીચે જુગાર રમતા હોવાની બાતમીનાં આધારે પોલીસે રેઇડ કરતા સ્થળ પરથી રોકડ સહીત કુલ રૂ.11,370ના મુદ્દામાલ સાથે પાંચ શખ્સને ઝડપી લઈ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.