ગામ લોકોમાં ભય ફેલાયો:ઊનાના મોઠાની ગૈશાળા પાસે 5 સિંહોએ 6 વાછરડાના મારણ કરી મિજબાની માણી

ઉના14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા એક માસથી એક સાથે પાંચ સિંહોના મોઠા સહીત આજુબાજુના વિસ્તારમાં ધામા

ગીર જંગલના વન્યપ્રાણીઓને સહેલાયથી પશુઓના શિકાર મળી રહેતા હોવાથી અવાર નવાર નજીકના ગ્રામ્ય વિસ્તારની સીમમાં તેમજ ગામના પાદર સુધી ઘુસી આવતા હોય છે. અને મંગા પશુઓના મારણ કરી પરત સીમ વાડી વિસ્તારમાં ચાલ્યા જતાં હોવાની ઘટના સામાન્ય બની ગઇ છે. ત્યારે બે દિવસ પહેલા કાણકબરડા ગામમાં બે સિંહોએ ગાયનું મારણ કર્યા બાદ આરામ ફરમાવેલ હતો જે ઘટનાથી ગામ લોકોમાં ભય ફેલાયો હતો. તેમજ આજે બપોરના સમયે મોઠા ગામની સીમ મોળાવાક વિસ્તારમાં સિંહો આવી ચડતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

વન્યપ્રાણીઓને પાંજરે પુરી અને દૂર જંગલમાં ખસેડવા માંગ
ગત રાત્રીના ઊનાના મોઠા ગામમાં એક સાથે પાંચ સિંહો ઘુસી ગયેલા અને ગામના પાદરમાં આવેલ ગૈશાળાની આજુ બાજુના વિસ્તારોમાં અલગ અલગ 6 વાછરડાના મારણ કર્યા હતા. અને પશુના મારણ કર્યા બાદ મિજબાની માણી અને વહેલી સવારે પરત વાડી વિસ્તારમાં નાશી છુટ્યા હતા. જોકે આ ઘટનાની જાણ ગામ લોકોને થતાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. અને મોઠા સહીત આજુ બાજુના ગામોમાં છેલ્લા એક માસથી એક સાથે પાંચ સિંહો આટાંફેરા કરતા હોવાનું જાણવા મળતા વનવિભાગ દ્રારા આ વિસ્તારમાંથી વન્યપ્રાણીઓને પાંજરે પુરી અને દૂર જંગલ તરફ ખસેડવા માંગણી ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...