34 હજારથી વધુ દારૂની બોટલો નાશ કરવામાં આવી
ઉના અને નવાબંદર મરીન પોલીસે છેલ્લા એક વર્ષમાં ઝડપી પાડેલ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી ત્યાંના અધિકારીની હાજરીમાં કરવામાં આવી હતી. ઉના ગીરગઢડા રોડ પર આવેલ ફેક્ટરી ગ્રાઉન્ડમાં દારૂના જથ્થા પર રોલર મશીન ફેરવી તમામ દારૂની બોટલોનો નાશ કરવામાં આવી હતી. ઉના પોલીસ દ્વારા 30037 બોટલ નંગ દારૂ પકડવામાં આવ્યો હતો. જેની કિંમત રૂ. 44 લાખ 35 હજાર 116 હતી.
અધિકારીઓની હાજરીમાં દારુનો નાશ કરવામાં આવ્યો
જ્યારે નવાબંદર મરીન પોલીસે છેલ્લા એક વર્ષમાં 4771 બોટલ નંગ દારૂ ઝડપી પાડ્યો હતો. જેની કિંમત રૂ. 4 લાખ 67 હજાર 20 છે. કુલ મળીને 49 લાખ 2 હજાર 136 ના દારૂના જથ્થા પર રોલર મશીન ફેરવવામાં આવ્યું હતું. આ દારૂના જથ્થાને નાશ કરવામાં આવ્યો ત્યારે ગીર સોમનાથ જિલ્લા Dy.Sp વી.આર. ખેંગાર, નશાબંધી શાખાના વિજયસિંહ ચૌહાણ, ઉના પ્રાંત અધિકારી જે.એમ. રાવલ, ઉના મામલતદાર આર. આર. ખાંભરા, ઉના PI એન.કે. ગોસ્વામી, નવાબંદર મરીન PSI એ.બી.વોરા સહીત ઉના નવાબંદર પોલીસ સ્ટાફ ઉસ્થિત રહ્યો હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.