ગીર સોમનાથની ત્રણેય બેઠક પર મતદાન:ઉનામાં વિધાનસભા ચૂંટણીની કામગીરીમાં ​​​​​​રોકાયેલા 417 કર્મચારીએ બેલેટ પેપર દ્વારા મતદાન કર્યું

ઉના17 દિવસ પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કામગીરી કરતાં કર્મચારીનું મતદાનની પ્રકિયા અગાઉથી કરી લેવામાં આવતી હોય છે. તે અંતર્ગત ઉના શહેરમાં ચૂંટણી કામગીરીમાં મુકાયેલ સોમનાથ 90 બેઠક વિધાનસભાનાં 111, તાલાલા 91 બેઠકનાં 100 તેમજ કોડીનાર 92 બેઠક વિધાનસભાનાં 200 મળીને કુલ 417 કર્મચારીઓએ પોતાનો મત ઉના ચૂંટણી અધિકારી દ્વારા ઊભા કરાયેલા ઉના નગરપાલિકા ટાઉન હોલ ખાતે મતદાન કરેલ હતું.

દિવ્યાંગ મતદારો માટે કામગીરી હાથ ધરાશે
ત્યાં અલગ-અલગ મંડપ નીચે તમામ કર્મચારીઓ દ્વારા બેલેટ પેપર દ્વારા મતદાન કરેલ ત્યારબાદ ચૂંટણીની કામગીરી અંગેનાં નિયમો સાથેની ટ્રેનિંગ આપવામાં આવેલ હતી. આવતીકાલે 265 દિવ્યાંગ, તેમજ 80 વર્ષ ઉપરનાં પથારીવસ હોય તેવા મતદારોને મતદાન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું ચૂંટણી અધિકારીએ જણાવેલ હતું.

અન્ય સમાચારો પણ છે...