આરોપીઓ પોલીસ સકંજામાં:ઉનામાં દારૂ ભરેલી પ્લાસ્ટીકની થેલી-બોટલો સાથે 4 બૂટલેગરો ઝડપાયા; પોલીસે બાતમી આધારે વોચ ગોઠવી હતી

ઉના2 દિવસ પહેલા

ઉનાના તડ ગામ પાસે નવાબંદર મરીન પોલીસે બાતમી આધારે દિવના વણાકબારા તરફથી આવતી બે બાઇકને રોકાવી તલાસી લેતાં વિદેશી દારૂ બિયરના ટીન સાથે 4 શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ જયદીપ દામજી ચુડાસમા, અભેસિંહ ઉર્ફે રણજીત કાળુ ગોહિલ, જયેશ ધીરૂ રાનેરા, તેમજ દેવ કાળું રાઠોડ રહે. જામવાળા, તા. ગીરગઢડા વાળાઓ દીવના વણાકબારા તરફથી બાઇકમાં દારૂ લઈ આવતા હોવાની બાતમી મળી હતી. જેથી નવાબંદર મરીન પોલીસે તડ ગામ પાસે વોચ ગોઠવી હતી. ત્યાં 2 બાઈક પસાર થતા તેને રોકાવી તપાસ કરતા તેમની પાસેથી વિદેશી દારૂની બોટલો 36, બિયર ટીન 24 તેમજ પ્લાસ્ટિકની થેલીમાં લુઝમાં ભરેલા દારૂની બુગીયા 24 તેમજ 2 બાઈક સહીત કુલ મળી કિ. રૂ. 1.15 લાખથી વધુના મુદ્દામાલ સાથે 4 શખ્સોને નવાબંદર મરીન પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે વધુ એક શખ્સ નરેશ સંતોષી બાર વાળો હાજર નહિ મળી આવતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી. પોલીસે કુલ 5 શખ્સો સામે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...