ઈનોવેશન પ્રોજેક્ટનું પ્રદર્શન:દીવ ખાતે 3 દિવસીય એજ્યુકેશન ઈનોવેશન ફેર યોજાયો, 40 જેટલાં આકર્ષક અને શીખવા લાયક પ્રોજેક્ટ મૂકવામાં આવ્યા

ઉના23 દિવસ પહેલા

કેન્દ્રશાસિત પ્રદેશમાં આયોજીત એજ્યુકેશન ઈનોવેશન ફેરનું દીવ ખાતે 3 દિવસીય એજ્યુકેશન ઈનોવેશન ફેર યોજયો હતો. જેમાં શિક્ષકો દ્વારા બનાવેલા વિવિધ આકર્ષક અને શીખવા લાયક પ્રોજેક્ટ રાખવામાં આવ્યા હતા. અને શાળાના વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો.

દીવ ખાતે 3 દિવસીય એજ્યુકેશન ઈનોવેશન ફેરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કલેક્ટર ફવર્મન બ્રહ્માએ એજ્યુકેશન ઈનોવેશન ફેરનો દિવ જિલ્લાના વધુમાં વધુ વિધાર્થીઓને લાભ મળે તે માટે અયોજન કરેલું હતું. આ ફેરમાં વિવિઘ આકર્ષક અને શીખવા લાયક પ્રોજેક્ટ રાખવામાં આવ્યા છે. દીવ કલેકટર ફવર્મન બ્રહ્માએ એજ્યુકેશન ઈનોવેશન ફેરની મુલાકાત લીધી હતી. અને શિક્ષકો દ્વારા બનાવેલા પ્રોજેક્ટનુ નિરીક્ષણ કર્યું હતું. તેમજ શિક્ષકોના પ્રોજેક્ટના પ્રશંસા કરી હતી. સાથે શિક્ષણ વિભાગના અધિકારીઓને વધુમાં વધુ બાળકો આ પ્રદર્શનનોને નિહાળવા માટે બે દિવસની જગ્યાએ એજ્યુકેશન ઈનોવેશન ફેરનું ત્રણ દિવસ સુધી કાર્યક્રમ લંબાવવામાં આવ્યો હતો. જેથી આ પ્રોજેક્ટનો લાભ દીવ જિલ્લાના વિધાર્થીઓ લઈ શકે. ઉલ્લેખનીય છે કે આ એજ્યુકેશન ઈનોવેશન ફેરમાં કુલ 40 આકર્ષક અને શીખવા લાયક પ્રોજેક્ટ રાખવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...