બાઈક ચોરનો પર્દાફાસ:ઊનામાં બાઇક ચોરને ઝડપી 3 બાઇક કબ્જે કરાયા; LCB બ્રાન્ચ દ્રારા આરોપીની વધુ પુછપરછ શરૂ

ઉના20 દિવસ પહેલા

ઊના શહેરમાંથી વારંવાર બાઇક ચોરીના બનાવો બનતા હોય છે. આ વાહન ચોરોને ઝડપી પાડવા સતત પોલીસ દ્રારા વોચ રખાતા શહેરના સરકારી દવાખાના પાસે ખીમજી ઉર્ફે ખીમો બાબુભાઇ કામળીયા રહે.ઉના, ભીમપરા ચોરા પાસે બાઇક લઇને નિકળતા ગીરસોમનાથ જીલ્લા LCB બ્રાન્ચ દ્રારા રોકાવી બાઇકની નંબરપ્લેટ અંગે પુછપરછ કરતા અને ઓનલાઇન તપાસ કરતા આ બાઇક માલીક ભરતભાઇ જીણાભાઇ બાંભણીયા રહે.વરસીંગપુર વાળાનું હોવાનું ખુલતા બાઇક ચાલક ખીમજી ઉર્ફે ખીમો કામળીયા સામે ચોરી અંગેનો ગુન્હો નોધી વધુ પુછપરછ હાથ ધરી હતી.

આ શખ્સના કબ્જામાંથી વધુ 3 વાહનો ચોરીના કબ્જે કર્યા હતા. જેમાં હિરો સ્પલેન્ડર ઉના તળાવ પાસે આનંદ વાટીકા ચોક પાસેથી, સીડી હોન્ડા નં.GJ-11-6998 ગનીમાર્કેટ પાસેથી, તેમજ હિરોકંપનીનું માઇસ્ટ્રો બ્લેક કલરની બાઇક દિવ-ઘોઘલા મુકામેથી ત્રણેક વર્ષ પહેલા ચોરી કરી હોવાનું કબુલાત કરતા LCB પોલીસે ત્રણ બાઇક કબ્જે લઇ વધુ તપાસ હાથ ધરેલ છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ આ શખ્સે વધુ બાઇક વાહન ચોરી કરી હોય અને આખી ટોળકી બાઇક ચોરીમાં સામેલ હોવાની શંકાના આધારે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...