ઊના બસ સ્ટેશન વિસ્તારમાં મનીષ ઉર્ફે ભગત મોહનભાઈ ચુડાસમા અને રોહિત રમેશભાઈ સોલંકી કેરીના બોક્સમાં બીયરના ટીન ભરી હેરાફેરી કરતા હોય બાતમી મળતા જ પીઆઈ કે.જે.ચૌહાણના માર્ગદર્શન હેઠળ પ્રફુલભાઈ વાઢેળ, રાજુભાઈ ગઠીયા, સંદિપભાઈ ઝણકાટ સહિતના સ્ટાફે વોંચ ગોઠવી હતી. અને આ બંને શખ્સોને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખનીય એ છે કે, દીવમાંથી ઊના અને ગીરગઢડા પંથકના બુટલેગરો દારૂની ખેપ મારવા પણ નવા કીમીયા અપનાવી રહ્યાં છે. જો કે, પોલીસ સજાગ બની આ શખ્સોને ઝડપી રહી છે. આમ એલસીબીએ કેરીના બોક્સમાં બીયર લઈ જતા બે શખ્સને દબોચી લીધા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.