કાર્યવાહી ક:ઊનાનાં પાતાપુરની સીમમાંથી દારૂની 2064 બોટલ ઝડપાઈ, પોલીસે 9 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

ઊના3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઊનાનાં પાતાપુરની સીમમાંથી દારૂની 2064 બોટલ ઝડપાઇ હતી. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ઉમેજ ગામે રહેતો દિપુ ઉર્ફે દીપસિંહ ઉકા જાદવએ કાર નં. જી.જે.03 બીવી 6998માં દારૂનો જથ્થો મંગાવેલ હોય જે દારૂ અમરેલીથી બેડીયા ગામે થઇ ઉમેજ લઇ અવાતો હોવાની બાતમીનાં આધારે પીઆઇ એમ યુ મસીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે વી ચુડાસમા, કે એન બાકીયા, સર્વલન્સ ટીમના એચ આર ઝાલા, પી પી બાંભણીયા, ધર્મેન્દ્રસિંહ ગોહીલ, નિલેશ છગનભાઇ, ભીખુશા બચુશા, જશપાલસિંહ પ્રતાપભાઇ, સહીતની ટીમે દારૂ ભરેલી કાર ઉમેજ નજીક પાતાપુર ગામની રાવલ નદીનાં કાંઠે સીમ વાડી વિસ્તારમાં હોય જેમાં તપાસ કરતા વિદેશી દારૂની પેટીઓમાં અલગ અલગ બ્રાન્ડની બોટલો નં. 2064 મળી આવી હતી.

કાર સહીત કુલ રૂ.9 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરેલ જ્યારે કારનો ડ્રાઇવર પોલીસને જોઇ નાશી છુટ્યો હોય અને આ દારૂનો જથ્થો દિપુ ઉર્ફે દીપસિંહ ઉકા જાદવે મંગાવેલ હોવાનું જાણવા મળતા પોલીસે આ શખ્સ અને કારના ડ્રાઇવરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. } તસવીર - જયેશ ગોંધીયા

અન્ય સમાચારો પણ છે...