ધરપકડ:નાસ્તાના પેકેટની આડમાં દારૂની હેરાફેરી કરતી મહિલા પત્રકાર સહિત 2 ઝડપાયા

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

એહમદપુર- માંડવી ચેક પોસ્ટ પર પોલીસ ચેકીંગ કરી રહી હતી. એ દરમિયાન કાર નં- જીજે બીએસ-2798ને રોકાવી તપાસ કરતા અંદર નાસ્તાના તપેલા ભરેલા જોવા મળ્યા હતા. અને શંકાસ્પદ જણાતા અંદર તપાસ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો. અને કારમાં સવાર પત્રકાર કાજલ વિનુ બારૈયા અને જગદીશ વાઘજી મકવાણાની અટક કરી હતી.

જો કે, પોલીસ કાર અટકાવી તપાસ કરતી હતી એ સમયે આ બંનેએ પત્રકાર હોવાનો રોફ જમાવ્યો હતો. અને તહેવાર નિમીતે દાન કરવા નિકળ્યા હોવાનો દેખાવ કર્યો હતો. પોલીસે 67 બોટલ દારૂ સહિત દોઢ લાખની વધુનો મુદ્દામાલ કબજે લીધો હતો. અને કા ર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તસ્વીર. જયેશ ગોંધીયા

તહેવારના નામે દાન કરવા જતા હોવાનું કહ્યું
તહેવારના નામે બાળકોને નિયમીત નાસ્તો, પતંગ, દોરા દાન કરવા નિકળ્યા હોવાનું પોલીસને કહ્યું હતું. તેમજ એસએસ 24 યુન્ઝ મિડિયાનું બુમના થેલામાંથી પણ દારૂની બોટલો મળી આવી હતી. પત્રકાર યુવતી હોય અને બંનેને કાર સાથે ઊના પોલીસ મથકે લઈ આવી કાર્યવાહી હાથ ધરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...