ક્રાઈમ:ગીરગઢડાના ધોકડવામાં જમાઈ સસરાના ઘરે જુગારધામ ચલાવતો'તો,13 ઝડપાયા

ઊના15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે બાતમીના આધારે રેઇડ કરી, રૂ.2.50 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

ગીરગઢડા પંથકના ધોકડવા ગામે પોલીસે જુગાર રેઇડ કરી હતી અને 13 શખ્સને ઝડપી લીધા હતા. ધોકડવા ગામે દુલાભાઇ સકુરભાઇ ગુજ્જરનો જમાઇ નિર્મલ રત્ના હડીયા રહે.મૂળ કિકરીયા તા.મહુવા પોતાના સસરાના રહેણાંક મકાનમાં જુગારધામ ચલાવતો હોય આ જુગારધામ ઉપરથી જુદાજુદા ગામોના જુગારીઓને બોલાવીને ગંજીપતાના પાના વડે તિનપતીનો જુગાર રમાડી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતો હોય ગીરગઢડા પી એસ આઇ જે આર ડાંગર, એ એસ આઇ કિરીટભાઇ રાઠોડ, ઇલ્યાસભાઇ તથા યોગેશભાઇ વાજા, ગોવિંદભાઇ, જીગ્નેશભાઇ, દિનેશભાઇ સહીતના પોલીસ સ્ટાફે રેઇડ કરી હતી.

અને નિર્મલ રત્ના હડીયા, ધીરૂ પાંચા કલસરીયા રહે. ધોકડવા, કરશન કાળુ બલદાણીયા રહ.અંબાડા, રાકેશ લાખા બલદાણીયા રહે. ધોકડવા, દર્શન રમેશ બલદાણીયા રહે. ધોકડવા, કનુ ચના બલદાણીયા, વિપુલ લાખા બલદાણીયા રહે. ધોકડવા, હસુ ઉર્ફે ભુવા કરશન વાણીયા, પ્રભુદાસ ભક્તિરામ ગોંડલીયા રહે. અંબાડા,, ચેતન નાગજી કાથડ રહે.સાંવરકુંડલા, ભરત વનમાળી રહે. ધોકડવા, ધીરૂ લાખા કાતરીયા રહે. અંબાડા, શૈલેષ લાખા કાતરીયા રહે. અંબાડા વાળાને ઝડપી લીધા હતા અને પ રોકડ રૂ.1.30.300 તથા બાઇક, મોબાઇલ ફોન સહીતના કુલ રૂ.2.54 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

અને ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ભીમ અગીયારસના તહેવાર નિમીતે રમી નામનો જુગારના બહાના હેઠળ જુગારધામ શરૂ કરી દેતા જુગારધામના માલીક કે પોતાના અંગત હિત ખાતર તેમના સસરાના મકાનનો ઉપયોગ જુગારધામ ચલાવવામાં કરતા ધોકડવા ગામમાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...