પાઠોત્સવ નિમિત્તે હવનનું આયોજન:ઉનામાં નાગણેશ્વરી માતાજીના મંદિરે 12મો પાઠોત્સવ યોજાયો; સમાજમાં શિક્ષણ પર વધુ ભાર મૂકવા-કુરિવાજો દૂર કરવા આહવાન

ઉના17 દિવસ પહેલા

ઉનાના ગરાળ ગામે નાગણેશ્વરી માતાજીના મંદિરે 12મો પાઠોત્સવ યોજાયો. નિમિત્તે હવનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજુબાજુ ગામમાંથી સંતો મહંતો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

આ કાર્યક્રમમાં આગેવાનો દ્વારા સમાજમાં શિક્ષણ પર વધુ ભાર મૂકવા લોકોને ટકોર કરી હતી. ગરાસીયા રાજપૂત સમાજની દીકરીઓ અભ્યાસમા પૂરતું ધ્યાન આપે અને સમાજમાં કુરિવાજો દૂર કરવા આહવાન કર્યું હતું. આ ધાર્મિક કાર્યમાં જિલ્લાઓમાંથી મહાનુભાવો હાજર રહ્યા હતા. સમાજ એકતા જળવાઈ રહે તેવા સાધુ સંતો દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા હતા. ગરાસિયા રાજપૂત સમાજના પ્રમુખ નવનીતસિંહ રાઠોડ તથા ઉપ પ્રમુખ બહાદુરસિંહ રાઠોડ અને આગેવાન કનુભા ચાવડા, મહીપતસિંહ રાઠોડ તેમજ યુવાનો, મહીલાઓ, આગેવાનો, વડીલો સહીત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...