અનોખો સેવાયજ્ઞ:સમાજના દીકરી-દિકરા શિક્ષણ ક્ષેત્રે નામ રોશન કરે તે હેતૂથી 11 લાખનું દાન કરવામાં આવ્યું

ઉનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દિકરીઓ સારી રીતે ઉચ્ચતર અભ્યાસ કરી શકે દેશ અને દુનિયામાં સૌથી વધારે સમાજ અને પરીવારનું નામ રોશન કરે તેમજ કન્યા કેળવણીનો વધુમાં વધુ વિકાસ થાય સંસ્થા દ્વારા શિક્ષણ હેતુ આવતી દિકરીઓને સારી સુંદર અને પ્રોત્સાહિત સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવાં હેતુસર આહિર સમાજ કન્યા વિદ્યાલય ભાવનગરની શિક્ષણીક સંસ્થાને ગીરગઢડાના ધોકડવા ગામનાં સરપંચ પતિ અને કોંગ્રેસનાં આગેવાન માયનિગ ઉધોગ સાથે સંકળાયેલા આહિર સમાજનાં યુવા પ્રતિભા ધરાવતાં ઉત્સાહી શિક્ષણ પ્રેમી એભલભાઈ મથુરભાઈ બાંભણીયા દ્વારા રૂ. 11લાખનું દાન આપીને આહિર સમાજની સંસ્થાનાં પાયાને મજબુત બળ પુરૂ પાડવામાં આવતાં આ દાતાનું ભાવનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતાં આહિર સમાજનાં શ્રેષ્ઠીઓ દ્વારા મોમેનટો આપી શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.

અંતે ઉલ્લેખનીય છે કે ધોકડવા ગામનાં આ યુવા અગ્રણી એભલભાઈ મથુરભાઈ બાંભણીયા દ્વારા મહુવા તાલુકામાં આવેલા ડોક્ટર કલસરીયા સાહેબ હસ્તે ચાલતી આરોગ્ય માટેની સંસ્થા માટે બિલ્ડીંગ બાંધકામ માટે જેટલી જોયે એટલી કાંકરીનાં ટ્રક આપેલ હતાં. તેમજ ગુજરાત સરકાર દ્વારા યોજાતા કાર્યક્રમોમાં પણ કન્યા કેળવણીનાં ઉત્થાન માટે લાખ રૂપિયાનું દાન કરેલ હતું. અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓને પાટી, પેન, દફ્તર, શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું હતુ. તેમજ જરૂરીયાત સંસ્થાને પંખા તેમજ અન્ય વસ્તુઓ પણ અર્પણ કરવામાં આવી છે..

આમ શિક્ષણ ક્ષેત્રે વધુમાં વધું દિકરી દિકરા અભ્યાસ કરે શિક્ષિત બની સમાજ પરીવાર અને દેશની પ્રગતિ માટે આગળ આવે તેવી ભાવના સાથે આ અગ્રણી પોતાને ભગવાને આપેલી સંપત્તિને શિક્ષણ આરોગ્ય પાછળ ખર્ચ કરીને શિક્ષિત સમાજ બનાવવાનુ મહત્વનું કામ કરનારી સમાજની સંસ્થાને પ્રોત્સાહન આપતાં મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિમાં લાખો રૂપિયાનું દાન કરેલ છે. આ ઉપરાત સદભાવના ટ્રસ્ટ મહુવા વડલી કલસાર. અને વિપશ્યના કેન્દ્ર નિકોલમાં ૨ વર્ષમાં રૂ. ૧૫ લાખની રેતી અને કપચી આપવામાં આવેલ છે. અને આજીવન આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...