108એ 2 અમુલ્ય જિંદગી બચાવી:ઉનામાં કટોકટીની પરિસ્થિતી સમયે 108 દ્વારા ઘટનાસ્થળ પર જ મહીલાની પ્રસુતિ કરવામાં આવી; પરિવારજનોએ આભાર વ્યક્ત કર્યો

ઉના22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉનાના વરસીંગપુર ગામે 108 દ્વારા કટોકટીની પરિસ્થિતીમાં ઘટનાસ્થળ પર જ નોર્મલ પ્રસુતિ કરાવામાં આવી હતી. માતા અને બાળકનો આબાદ જીવ બચાવતા તેમના પરિવારજનોએ કર્મચારીનો આભાર વ્યક્ત કર્યો હતો.

વરસીંગપુર ગામે એક સગર્ભા મહિલા સુમીતાબેન જયસુખભાઇને પ્રસૂતિનો દુઃખાવો થતાં ઉના 108 એમ્બ્યુલન્સને જાણ કરતા ફરજ પરના હાજર કર્મચારી ઈએમટી જગદિશ મકવાણા અને પાયલોટ અલ્પેશભાઇ ઝાલા તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સાંજના 6 વાગ્યાની આસપાસ અચાનક મહિલાને દુઃખાઓ વધવાથી ઘટનાસ્થળ પર જ પ્રસુતી કરવાની ફરજ પડી હતી. 108ના ઈએમટી.ની આવડત અને 108 હેડ ઓફિસના ડોક્ટરની સલાહ મુજબ માતા અને બાળકનો જીવ બચાવવામાં આવ્યો હતો.

બંનેને સલામત રીતે ઉના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. આ સફળ કામગીરીને લઇ મહીલાના પરિવારજનો 108ની કામગીરીને લઇ આભાર વ્યક્ત કર્યો હતો અને દીકરીનો જન્મ થયો હતો. આમ, ઉના 108ના કર્મચારીની સારી કામગીરી બદલ જિલ્લાના ઉચ્ચ અધિકારી દિનેશ ઉપાધ્યાય અને યુવરાજસિંહ ઝાલા દ્વારા પણ અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...