ઉનાના વડવીયાળા ગામનો કાનજી જેસા વાઘેલા ઉ.વ.23 એ સગીર યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધીને લલચાવી ફોસલાવી અવાર નવાર તેની પર દુષ્કર્મ આચર્યું હતું. પાંચ માસનો ગર્ભ ધારણ કરતા શખ્સે ગર્ભપાતની દવા આપી ગયેલ હોય અને રાત્રીના સગીરને પેટમાં દુઃખાવો થતાં તેમના માતા-પિતાને જાણ કરી હતી. ઉનાની પ્રાઈવેટ ખાનગી હોસ્પીટલમાં લઇ ગયેલ અને વધુ સારવાર માટે સરકારી હોસ્પીટલે લઇ જતી વખતે ગર્ભ પડાવવાની દવાના કારણે વધુ તબીયત લથડતા સરકારી હોસ્પિટલ પહોંચતાજ ત્યાં ગર્ભ પાંચ માસનો પડી જતાં આ બાબતેની ફરીયાદ તા.13 ડિસેમ્બર 2020નાં ઉના પોલીસમાં સગીર યુવતીએ નોંધાવેલી હતી.
આ બનાવ અંગે ઉના પોલીસે કાનજી જેસા વાઘેલા સામે પોક્સો અને દુષ્કર્મ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી ધરપકડ કરી હતી. ત્યારબાદ ચાર સીટ ઉના સ્પેશયલ પોક્સો કોર્ટમાં રજુ કરાયેલા આ કેસ કોર્ટમાં ચાલી જતાં ભોગ બનેલી સગીર યુવતી તેમજ એફ.એસ.એલ, સાહેદ તેમજ તપાસનિસ અધિકારીની જુબાની તેમજ સરકારી વકીલ મોહન ગોહેલની દલીલને ધ્યાને રાખીને સાંયોગિક પુરાવાને ગ્રાહ્ય રાખી ઉના સ્પેશ્યલ પોક્સો કોર્ટએ કાનજી જેસા વાઘેલાને દશ વર્ષની સખ્ત સજા ફટકારી હતી. તેમજ રૂ.પાંચ હજારનો દંડ કર્યો હતો. આ કેસમાં આરોપી અંડર ટાયલ જેલમાં બંદીવાન હોય તે દરમિયાન જડપી ચલાવેલ હતો. આ કેસમાં સતીષ મોરી પણ ફરીયાદી તરફથી રોકાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.