તૌકતેના વિનાશની રાતને 1 વર્ષ પૂર્ણ:ડર યથાવત; વાવાઝોડાથી 200 કિમીની ઝડપે પવન ફૂંકાતા તારાજી સર્જાઈ હતી

ઊના2 મહિનો પહેલાલેખક: જયેશ ગોંધીયા
  • કૉપી લિંક
રોડ પર હોર્ડીંગ્સ વાહનો પર પડેલા જોવા મળતા માર્ગ પણ બંધ થયેલા જોવા મળી રહ્યાં હતા. અનેક વાહનોનો બુકડો બોલ્યો હતો. - Divya Bhaskar
રોડ પર હોર્ડીંગ્સ વાહનો પર પડેલા જોવા મળતા માર્ગ પણ બંધ થયેલા જોવા મળી રહ્યાં હતા. અનેક વાહનોનો બુકડો બોલ્યો હતો.
  • ડરના માહોલ વચ્ચે શહેર અને ગામડામાં લોકોએ અંધારા વચ્ચે રાત વિતાવી હતી
  • 10 માનવ જીંદગીનો ભોગ લેવાયો હતો, અનેક લોકો ઈજાગ્રસ્ત થયા’તા
  • હજારો કાચા મકાનો ધરાશાયી થયા હતા, શેડનાં પતરાં પણ ઉડી ગયા હતા
  • સવારે લોકો બહાર નિકળ્યા તો ઠેર ઠેર ખેદાન મેદાનની સ્થિતી જોવા મળી

ઊના-ગીર ગઢડા પંથકમાં 17મેં 2021ના તોકતે વાવાઝોડાએ તબાહી મચાવી હતી અને 200 કીમીની ઝડપે ફૂંકાયેલા પવનના લીધે ચારેબાજુ તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા.આ બિહામણી રાત હજુ પણ લોકોની નજરમાંથી દૂર થતી નથી. હજુ પણ અનેક પરિવારો બેઠા થયા નથી.

માર્ગ ઉપરાંત રેલવે ટ્રેકને પણ વ્યાપક નુકસાન થયું હતું. અને મહાકાય વૃક્ષ ટ્રેક પર પડતા ટ્રેનની અવર જવર પણ બંધ કરવાની નૌબત આવી હતી.
માર્ગ ઉપરાંત રેલવે ટ્રેકને પણ વ્યાપક નુકસાન થયું હતું. અને મહાકાય વૃક્ષ ટ્રેક પર પડતા ટ્રેનની અવર જવર પણ બંધ કરવાની નૌબત આવી હતી.

વાત કરીએ વાવાઝોડાએ મચાવેલી તબાહીની તો 10 માનવ જિંદગી હોમાઈ હતી અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઉપરાંત અનેક ઘરોના પતરા,નળીયા હવામાં ઉડતાં જોવા મળ્યા હતા અને મકાનો, વિજપોલ,સબ સ્ટેશન પણ ધરાશાયી થયા હતા.તેમજ આંબા અને નાળિયેળીના બગીચા પણ વેરાન બન્યાં હતા.આ ઉપરાંત સેંકડો પશુઓ પણ મોતને ભેટ્યા હતા.

ગ્રામ્ય વિસ્તારની હાલત દયનિય બની'તી
ગ્રામ્ય વિસ્તારની હાલત દયનિય બની'તી

આ દિવસને આજે પણ લોકો ભૂલી શકતા નથી કારણ કે હજુ પણ આર્થિક સ્થિતિનો સામનો કરી રહ્યાં છે.જ્યારે વાત કરીએ તબાહી બાદ મળનારી સહાયની તો અનેક સંઘર્ષ બાદ સહાય મળી જેમાં પણ અધિકારીઓ,પદાધિકારીઓની વ્હાલા દવલાની નીતિનો ભોગ બન્યાં હતા જો કે હજુ પણ અનેક પરિવારો સહાય થી વંચિત છે.જ્યારે ચેક મળ્યાં છે તે રાષ્ટ્રીયકૃત બેંકમાં જમા ન થતા હોય આજે પણ કચેરીના ધક્કા ખાઈ રહ્યાં છે.

લોકો તો સલામત જગ્યાએ પહોંચી ગયા હતા. જ્યારે પશુઓ જાય તો ક્યાં જાય એવી સ્થિતી જોવા મળી રહી. અને દિવાલો પડતા અનેક પશુઓના મોત નિપજ્યા હતા.
લોકો તો સલામત જગ્યાએ પહોંચી ગયા હતા. જ્યારે પશુઓ જાય તો ક્યાં જાય એવી સ્થિતી જોવા મળી રહી. અને દિવાલો પડતા અનેક પશુઓના મોત નિપજ્યા હતા.

શુ છે સહાયની સ્થિત..?
આ પંથકને બેઠો કરવા સરકારે સહાય જાહેર કરી હતી.જેમાં કેસડ્રોલ સહાય શહેરી લાભાર્થી 49084,રૂ.3.14.3960 લાખ,ગ્રામીણ લાભાર્થી 2595 રૂ.75,01,000 લાખ,માનવ મૃત્યુ લાભાર્થી 10,રૂ.40 લાખ,ઈજા લાભાર્થી 35 રૂ.8.15 લાખ,પશુ મૃત્યુ 2940,રૂ.2.99 લાખ,ઘર વખરી લાભાર્થી 30635,રૂ.44 કરોડ 6 લાખ,ઝુંપડા સહાય રૂ.13.60 લાખ લાભાર્થી 292,મકાન સહાય,1847,રૂ.41.42 કરોડ,ખેતી નુકસાન 5.11 કરોડ 4 લાખ આમ 250 કરોડ જેવી રકમ ઊના ગ્રામીણ વિસ્તારોમાં 74 ગામના લોકોનો ચૂકવાઈ હતી.

તેમજ માછીમારોને 50 કરોડ થી વધુની સહાય અપાઈ હતી.તેમ છતાં હજુ સુધી આ પંથક બેઠો થયો નથી.જ્યારે સરકારી ઇમારતો, ઉદ્યોગોને નુકસાન થયું હતું પણ સહાય ચૂકવાઈ ન હતી.જે વીમા કંપની પાસેથી વળતર લઈ ઉદ્યોગ ને બેઠો કરવા સંઘર્ષ કરી રહ્યાં છે.

વાવાઝોડું પસાર થયા બાદ 17 મી તારીખથી જ વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો અને 47,000 વિજપોલ, 352 ટીસી ધરાશાયી થયા હતા.બાદમાં 11 દિવસ પછી વીજપુરવઠો કાર્યરત થયો હતો.
વાવાઝોડું પસાર થયા બાદ 17 મી તારીખથી જ વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો અને 47,000 વિજપોલ, 352 ટીસી ધરાશાયી થયા હતા.બાદમાં 11 દિવસ પછી વીજપુરવઠો કાર્યરત થયો હતો.

150 થી વધુ બોટ નાશ પામી
જયારે વાત કરીએ બોટની તો દરિયામાં ભારે પવનથી ઉંચા મોજા ઉછળયા હતા અને 150 થી વધુ બોટ નાશ પામી હતી.અને માછીમારોને આર્થિક ફટકો પડયો હતો.આ ઉપરાંત વાવાઝોડાએ એન્ટ્રી પોઇન્ટ પર ખેદાન-મેદાન કર્યું હતું.

આંબા અને નાળિયેળીના બગીચામાં વ્યાપક નુકસાન થયું હોય જેથી ઉત્પાદન પણ ઘટ્યું છે જ્યારે બજારમાં ઓછી આવક થતા ભાવ પણ આસમાને પહોંચ્યા છે.
આંબા અને નાળિયેળીના બગીચામાં વ્યાપક નુકસાન થયું હોય જેથી ઉત્પાદન પણ ઘટ્યું છે જ્યારે બજારમાં ઓછી આવક થતા ભાવ પણ આસમાને પહોંચ્યા છે.

રૂપાણીએ સ્થિતિનો તાગ મેળવ્યો 'તો
એ સમયે સી.એમ વિજય રૂપાણી એ સ્થિતિનો તાગ મેળવવા આ વિસ્તારની મુલાકાત લીધી હતી.અને બેઠક યોજી હતી. તેમજ વર્તમાન ધારાસભ્ય પુંજાભાઈ વંશ,પૂર્વ ધારાસભ્ય કાળુંભાઈ રાઠોડ, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, વિવિધ પક્ષના ધારાસભ્યોની સતર્કતા ના લીધે તંત્ર દોડતું થયું હતું.અને અસરગ્રસ્તોને ઝડપી સહાય મળી હતી.

ઊના પંથકમાં વાવાઝોડાની સ્થિતી થાળે પડ્યા બાદ પેટ્રોલપંપ શરૂ થતા વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.
ઊના પંથકમાં વાવાઝોડાની સ્થિતી થાળે પડ્યા બાદ પેટ્રોલપંપ શરૂ થતા વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.

વીજતંત્રએ નુકસાની ગ્રાહકો પાસેથી વસુલી
વીજપુરવઠો કાર્યરત કરવા કોન્ટ્રાક્ટરોના નેજા હેઠળ ટિમો આવી પહોંચી હતી.અનેક જગ્યાએ કોન્ટ્રાક્ટરો દ્રારા જ કામ થયું હતું જેમાં જુના કેબલ અને મસમોટા બિલો મુકાયા જૂનો માલ સપ્લાય થયો અને ભાગ બટાઈ પણ થઈ કરોડો રૂપિયાની ગેરરીતિ કરાઈ હતી.અને બિલ પાસ કરવાને લઈ અધિકારીઓ પર પણ આક્ષેપ થયા હતા.થોડા સમય પહેલા જ વીજતંત્રનો સમાન બારોબાર જતો પકડી પાડવામાં આવ્યો હતો.

બાગાયતી પાકનું ઉત્પાદન ઘટ્યું
આંબા અને નાળિયેળીના બગીચામાં વ્યાપક નુકસાન થયું હોય જેથી ઉત્પાદન પણ ઘટ્યું છે જ્યારે બજારમાં ઓછી આવક થતા ભાવ પણ આસમાને પહોંચ્યા છે.

ગ્રામ્ય વિસ્તારની હાલત દયનિય બની'તી
ગીર ગઢડા પંથકની હાલત પણ દયનિય બની હતી. જ્યારે સૌથી વધુ નુકસાન વીજતંત્રને થયું હતું અને 150 કર્મીઓની ટીમ દ્રારા કામગીરી શરૂ થઈ હતી 6 જૂન સુધીમાં ગ્રામ્ય વિસ્તારમાં વીજપુરવઠો કાર્યરત થયો હતો. જ્યારે વાડી વિસ્તારમાં ઓગષ્ટ માસ માં વીજ પુરવઠો શરૂ થયો હતો.બંને તાલુકામાં 77 હજાર વિજપોલ,8,000 ટીસી પડી ગયા હતા. વીજ તંત્રને આશરે 200 કરોડનો ફટકો પડયો હતો.

મકાન સહાયનાં ફોર્મ હજુ ટેબલ પર
એક વર્ષ વિતવા છતાં મકાન સહાયનાં 5 હજાર ફોર્મ હજુ ગ્રાન્ટનાં લીધે પેન્ડીંગ પડ્યા છે.

અન્ય સમાચારો પણ છે...