ઊના-ગીરગઢડામાં મેઘ મહેર:પંથકમાં 1થી 3 ઇંચ વરસાદ ખાબકતાં નદી-નાળાં છલકાયાં; આંબાવડમાં 3, કરેણીમાં 2, ઊના-દેલવાડા-સનખડામાં અડધોથી 1 ઇંચ વરસાદ

ઉના20 દિવસ પહેલા

ઊના, દેલવાડા, સીમાસી, આંબાવડ, કાણકીયા, કરેણી, સનખડા, જરગલી સહીત ગામોમાં અડધોથી 3 ઇંચ વરસાદ વરસી ગયો હતો. ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયાં હતાં અને સમગ્ર પંથકમાં ઠંડુગાર વાતાવરણ પ્રસરી ગયું હતું.

ઉના પંથકમાં સીઝનનો 100 ટકા વરસાદ વરસી ગયો
જ્યારે ઉના શહેર અને દેલવાડામાં બપોર બાદ અડધો કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબકી જતાં શહેરી વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદને પગલે બાળકોએ પણ ચાલુ વરસાદમાં નહાવાની મોજ માણી હતી. હાલ ઉના પંથકમાં સીઝનનો 100 ટકા વરસાદ વરસી ગયો છે. ઉપરવાસમાં પણ ભારે વરસાદના પગલે ગીરજંગલમાંથી પસાર થતા નદી-નાળાઓમાં પાણી વહેતાં થયાં છે.

અન્ય સમાચારો પણ છે...