ઊના : ઊના-ગીરગઢડા પંથકમાં રવિવારે મેઘરાજા વરસ્યા બાદ બે દિવસના વિરામ બાદ બુધવારે સવારથી ઉકરાટ ભર્યુ વાતાવરણ વચ્ચે બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા ગીરગઢડા સહીત આજુબાજુના ગામોમાં બે કલાકમાં 1 ઇંચ વરસાદ વરસી ગયેલ હતો. વરસાદના પગલે શહેરી વિસ્તારના રસ્તા પર પાણી ફળી વળ્યા હતા. જોકે સારા વરસાદથી ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી હતી. ગીરગઢડાના જરગલી ગામે વરસાદ વરસતા રસ્તા પર તળાવ જેવા દ્રશ્યો જોવા મળેલ જ્યારે કેસરીયા, ડમાસા, ભેભા, સીમાસી, આંબાવડ, રેવદ, રાણવશી સહીતના ગામોમાં 1 થી દોઢ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.
પ્રાંચી : સુત્રાપાડાનાં પ્રાંચી તેમજ આસપાસનાં વિસ્તારમાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. અને મિની વાવાઝોડા અને ગાજવીજ સાથે મેઘરાજા વરસ્યા હતા. જેથી રસ્તા પર પાણી દોડતા થયા હતા. પ્રાંચી ઉપરાંત ટીબડી, ઘંટીયા, આલીદ્રા, કુંભારીયા, લાખાપરા, ટોબરા, ખાંભા સહિતનાં ગામોમાં વાવમી લાયક વરસાદ પડ્યો હતો. અને ધરતીપુત્રો વાવણીની તૈયારીમાં લાગી ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.