વધારો:1.30 લાખ લોકોને આરોગ્યની સવલત પૂરી પાડતી તાલાલાની હોસ્પિટલને અપગ્રેડ કરો

તાલાલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રસુતિના કેસો અને જનરલ ઓપીડીમાં વધારો પણ સુવિધા નહી

તાલાલા શહેર અને તાલુકાના 45 ગામો મળી કુલ એક લાખ ત્રીસ હજારની માનવ વસ્તી માટે આરોગ્ય લક્ષી તાલાલા સામુહિક આરોગ્ય કેન્દ્રનો પન્નો ટૂંકો પડવા લાગ્યો છે.પ્રસુતિ કેસો અને જનરલ ઓપીડીમાં વધારો થવા લાગતા હોસ્પિટલની વ્યવસ્થા ટૂંકી પડી હોય તાલાલા સામુહિક આરોગ્ય કેન્દ્રને અપગ્રેડ કરી સબ ડિસ્ટ્રીક હોસ્પિટલનો દરજ્જો આપવા લોકમાંગ ઉઠી છે.

મળતી વિગત મુજબ,તાલાલા સરકારી હોસ્પિટલમાં ગત સપ્ટેમ્બર માસમાં પ્રસુતિ કેસો સહિત ની જનરલ ઓપીડી માં ધરખમ વધારો જોવા મળ્યો છે.ચાલુ માસમાં પણ દર્દીઓનો ઘસારો વધુ જોવા મળ્યો છે.25 વર્ષ પહેલાંના સેટઅપ મુજબ જ સામુહિક આરોગ્ય કેન્દ્ર ચાલી રહ્યું છે.તો આટલા વર્ષોમાં વધેલી માનવવસ્તી થી ઓપીડીનું પ્રમાણ ચાર ઘણું હોય તાલાલા સરકારી હોસ્પિટલને તાકીદે સબડિસ્ટ્રીક હોસ્પિટલ તરીકે અપગ્રેડ કરવા લોક માંગ ઉઠવા પામી છે.

દર્દીઓને પડતી મુશ્કેલીઓ દૂર થઈ શકે
જો આ હોસ્પિટલને વહેલીતકે અપગ્રેડ કરવામાં આવે તો અદ્યતન સવલતો મળી શકે જેથી ગ્રામ્ય વિસ્તાર કે શહેરી વિસ્તારના દર્દીઓને પડતી મુશ્કેલીઓ દૂર થઈ શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...