બેઠક:સેમળીયા ગ્રામ પંચાયતનો ઐતિહાસીક નિર્ણય, દારૂબંધી લાગુ કરાશે

ભીમદેવળ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનોએ સરપંચ, સભ્યોને રજૂઆત કરી’તી
  • બેઠક બાદ ઠરાવ પસાર કરવામાં આવ્યો

તાલાલાનાં સેમળીયા અને જમાલપુરમાં દારૂબંધીને લઈ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. તાલાલા તાલુકાના સેમળીયા, જમાલપરા ગામના આગેવાનો, યુવાનો, મહિલાઓ સહિત 90 જેટલા લોકોએ ગામમાં દારૂનું વેંચાણ બંધ થાય એ માટે 20 વર્ષથી ચૂંટાઈ આવતા સરપંચને દારૂ બંધીનો ઠરાવ કરવા લેખીત અને મૌખીક રજૂઆત કરી હતી.

ત્યારે સરપંચે કહ્યું હતું કે, તમે બધા લોકો સહકાર આપો તો ગામમાં દારૂનું વેંચાણ બંધ કરાવી અને ઠરાવ પસાર કરી દારૂબંધી કરાવીએ. બાદમાં સભ્યો અને સરપંચે મળી લેખીતમાં સહી કરી દારૂબંધ કરવાની ખાતરી આપી હતી. સરપંચ ચંદુભાઈ નાથાભાઈ, સભ્ય પિયુષભાઈ, રાઠોડ જશીબેન, વાઢેળ બાબુભાઈ, પરમાર મંગાભાઈ, રંગાઈબેન, સેવરા અજાઈબેન અને મેર ભુપતભાઈએ દારૂબંધીનો પસાર કરવામાં સાથ સહકાર આપતા ગ્રામજનોએ આ નિર્ણયને આવકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...