કરૂણાંતિકા:તાલાલાના આશાસ્પદ છાત્રનું નિધન, પંથકમાં શોકનું મોજું

તાલાલા7 દિવસ પહેલા
  • કૉપી લિંક

તાલાલા ગીરના આશાસ્પદ રઘુવંશી યુવક વિર ભાવેશભાઈ માંડવીયા (ઉ.વ 14)નું અકાળે અવસાન થતાં શહેરમાં સર્વત્ર શોકનું મોજું ફરી વળ્યું હતું. તેજસ્વી વિર માંડવીયા ની સામાન્ય બિમારી ગણતરીના કલાકોમાં જ ગંભીર બનતાં તાકિદે રાજકોટ સારવાર માટે રીફર કરાયો હતો જ્યાં સારવાર દરમિયાન અવસાન થયું હતું,આ સમાચાર વહેલી સવારે તાલાલા શહેરમાં વાયુવેગે પ્રસરી જતાં શહેરમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

તાલાલા વેપારી સમાજે બપોર સુધી ધંધા-રોજગાર બંધ રાખી તમામ સમાજના લોકો મોટી સંખ્યામાં સ્મશાન યાત્રામાં જોડાઈ સ્વ. વિરને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. આ બનાવથી પરિવારજનોમાં પણ ગમગીની વ્યાપી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...