તાલાલા તાલુકાના રામપરા ગામના પ્રગતિશીલ ખેડૂત હિરપરા કાનજીભાઈ મુળજીભાઈ એ વધુ એક સફળતા મેળવી છે. ખેડૂત કાનજીભાઈએ પોતાના ખેતરમાં 4 વિઘામાં કાશ્મીર રેડ એપલ બોરનું વાવેતર કરી ચાલુ વર્ષે ખુબ જ સારૂ ઉત્પાદન મેળવ્યું છે.
આ અંતર્ગત બોરના વાવેતરમાં બાગાયત વિભાગના તાલાલા તાલુકાના બાગાયત અધિકારી પ્રીતીબેન ગોહિલ જણાવ્યું હતું કે કાનજીભાઈએ બોરનું વાવેતર કરી, પ્રાકૃતિક ખેતી અપનાવી અને ખુબ જ સારૂ ઉત્પાદન મેળવ્યું છે અને આ વાવેતરમાં બાગાયત વિભાગ દ્રારા ખેડૂતને માપદંડ મુજબ સબસીડી પણ આપવામાં આવેલી છે.
આ ઉપરાંત ખેડૂત દ્રારા બોરનું માર્કેટ લોકલી ન કરતા તેણે ખુબ જ આકર્ષક પેકિંગ મટીરીયલ્સનો ઉપયોગ કરીને જાતેજ માર્કેટ કરે છે અને આ પેકિંગ મટીરીયલ્સમાં પણ બાગાયત વિભાગ દ્રારા સહાય અપાઈ છે. શોર્ટીટ-ગ્રેડિંગ-પેક િંગ અને પ્રાકૃતિક ખેતીથી બોરનું ઉત્પાદન સારૂ મેળવીને ખેડૂત પોતે વેચાણ જ કરતો થયો છે અને નફો મેળવતો થયો છે.
એ બદલ બાગાયત વિભાગ દ્રારા અપાતી સબસીડી અને સેન્ટર ઓફ એક્સેલેન્સ મેંગો દ્રારા અપાતા માર્ગદર્શનથી ખેડૂત પ્રગતિશીલ બની નફા કારક ખેતી કરતો થયો છે એ બાગાયત વિભાગ તેમજ ખેડૂત માટે એક ગૌરવની વાત છે. ખેડૂતો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે એ ખેતી તરફ વળી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.