શિક્ષણકાર્ય બંધ:તાલાલા- સાસણ સ્ટેટ હાઈવે પર વૃક્ષ ધરાશાયી થતા 2 કલાક બંધ

તાલાલા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલાલા પંથકમાં વધુ 3 ઈંચ વરસાદ, 14-15 જુલાઈનાં આગાહીને પગલે શિક્ષણકાર્ય બંધ

તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં વરસાદી માહોલ યથાવત રહેતા આજે સવારથી બપોર સુધીમાં વધુ ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. સતત દસ દિવસથી વરસતા વરસાદથી જમીન પોંચી પડવા લાગી હોય તાલાલા-સાસણ- જૂનાગઢ સ્ટેટ હાઈવે ઉપર તોતીંગ વૃક્ષ ધરાશાયી થતા બે કલાક સુધી વાહન વ્યવહાર થંભી ગયો હતો.

તાલાલા પંથકમાં ગતરાતથી વરસાદનું જોર વધવા લાગ્યુ હતુ. અને વહેલી સવારથી વરસાદ વધુ વરસવા લાગતા બપોર સુધીમાં ત્રણ ઈંચ વરસાદ ખાબકી ગયો હતો. જેના લીધે હીરણ, સરસ્વતી નદીમાં પુર વહેવા લાગેલ તાલાલા પંથકમાં અષાઢીબીજ થી સતત ધીમીધારે વરસાદ વરસતો હોય જમીનમાં પાણી ઉંડાણ સુધી ઉતરતા જમીન પોંચી પડવા લાગતા વૃક્ષો પડવાના બનાવો વધવા લાગ્યા છે.

આજે તાલાલા- સાસણ- જૂનાગઢ સ્ટેટ હાઈવે ઉપર એક હોટલ પાસે એક તોતીંગ વૃક્ષ ધરાશાયી થતા બે કલાક સુધી વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. આગામી 14 થી 15 જુલાઈનાં અતિભારે વરસાદની આગાહીને લઈ ગીર-સોમનાથ જિલ્લા શિક્ષણ અધિકારીની સુચનાથી તાલાલા પંથકમાં બે દિવસ શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. તેમ તાલાલા હાઈસ્કુલનાં આચાર્ય નરેન્દ્રભાઈ વાઢેરે જણાવ્યું હતું. તાલાલા પંથકની જીવાદોરી સમાન હિરણ-1 કમલેશ્વર ડેમની જળસપાટી ઝડપથી વધી રહી હોય હાલ 32 ફૂટથી વધુ પર પહોંચી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...