તાલાલા | તાલાલા શહેરમાં આજે રજવાડી ઠાઠથી યોજાયેલા લગ્ન સમારોહથી લોકો અંજાયા હતા. તાલાલાના જેપુર ગામના વતની અને આહીર અગ્રણી મનુભાઈ બચુભાઈ સોલંકીની પુત્રીના લગ્નમાં સોમવારે ઊના તાલુકાના કોઠારી- અંજારથી જાન હેલીકોપ્ટરમાં આવેલ. જાડેરી જાન લઈ રામસીભાઈ લાખોદ્રાનો પરિવાર આવેલ. ઘુસીયા ડી.એમ.બારડ સ્કુલના પટાંગણમાં હેલીકોપ્ટરે ઉતરાણ કરેલ.
અમદાવાદથી આવેલ હાથી પર શણગારવામાં આવેલ અંબાડી ઉપર બેસેલ વરરાજા અભયનું સોલંકી પરિવારે તાલાલા ઉષ્માભર્યું શાહી સામૈયુ કર્યું હતું. અનેક રાજકીય આગ્રણીઓએ લગ્ન સમારોહમાં ઉપસ્થિત રહી નવદંપતિને આર્શીવાદ આપ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.