લોકોમાં ભય:તાલાલા શહેરની પ્રાથમિક શાળા અને જગદીશ પાર્કમાં સાવજોના આંટાફેરા

તાલાલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 5 સાવજોનું ગ્રુપ નરસિંહ ટેકરી વિસ્તારમાં થઈ ઉમીયાનગરમાં પહોંચ્યું, લોકોમાં ભય

તાલાલા શહેરમાં માનવ વસાહત અને વાહનોની સતત અવરજવર વાળા રહેણાંક વિસ્તારો અને શાળા સુધી બે સિંહણ, એક સિંહ અને બે સિંહબાળ સાથે સિહં પરિવાર નાઈટ પેટ્રોલીંગ કરી વાડી વિસ્તારમાં ચાલ્યો ગયો હતો. રહેણાંક વિસ્તારોમાં સિંહોની હાજરી જોઈ લોકોમાં ભય વ્યાપી ગયો હતો.તાલાલા શહેરનાં વોર્ડ નં-1 અને વોર્ડ નં-2ની મુલાકાતે સિંહ પરિવારનું ગ્રુપ આવ્યું હતું.

ગત મોડી રાત્રે બાર વાગ્યા આસપાસ તાલાલાનાં ગલીયાવડ રોડ ઉપર સત્સંગ મંદિર પાસે સિંહ પરિવાર દેખાયો હતો અને તે આગળ આવતી સરકારી પ્રાથમિક શાળાની શેરીમાં ગયો હતો જ્યાં એક ગાય ઉપર હુમલો કરતા લોકો જાગી ગયા હતા. લોકોએ હાંકલા પડકારા કરતા સિંહ પરિવાર કેનાલ પાસે સીસી રોડ ઉપથી જગદીશ પાર્ક વિસ્તારમાં ગયેલ જ્યાંથી જૂની પોલીસ લાઈન પાસે થઈ ઉમીયાનગરનાં રહેણાંક વિસ્તારોમાં ચક્કર લગાવી ઉમીયાનગર પાસે આવેલ હિતેશભાઈ નાંઢાનાં આંબાના બગીચામાં ચાલ્યો ગયો હતો. બે કલાક સુધી સિંહ પરિવાર શેરીઓમાં કુતરા હોય આમતેમ રહેણાંક વિસ્તારોમાં ઘુમ્યો હતો. સિંહોની રહેણાંકમાં હાજરીથી લોકોમાં સિંહ જોવાના આનંદ સાથે ભય જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...