ખેલ મહાકુંભ:તાલાલાનાં આંકોલવાડી ગીર શાળાના છાત્રો કબડ્ડી સ્પર્ધામાં વિજેતા બન્યા

તાલાલા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેલમહાકુંભ અંતર્ગત જિલ્લાકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે ગયા'તા

ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની કબ્બડી સ્પર્ધામાં યોજાઇ હતી. જેમાં આ તપોવન વિદ્યા સંકુલ આંકોલવાડી ગીર ના વિદ્યાર્થી કબ્બડી સ્પર્ધામાં બીજું સ્થાન પ્રાપ્ત કરેલ છે. જેમાં મોરી ધવલ, બાંભણીયા વિકાસ, નકુમ કરણ, દોંગા રાજ, નાકરાણી દક્ષ, છોડવડીયા હેત, કારેલીયા અંશ, નાગ મિલન, મકવાણા જયેશ, બાંભણીયા પાર્થિક, ભંડેરી ભવ્ય, બારૈયા જયરાજ.જોન કક્ષા માટે ખેલડિયાઓ પસંદગી પામ્યાં છે.

ખેલાડીઓએ જિલ્લા સ્પર્ધામાં સારું પ્રદર્શન કરી અને શાળા અને પરિવારનું નામ રોશન કર્યું હતું અને શાળાના સંચાલક રાજેશભાઈ પાનેલીયા તથા ટ્રસ્ટીઓ તેમજ સમગ્ર સ્ટાફ ગણે ખેલાડીઓ અને રમત – ગમત શિક્ષક ભરતભાઇ બેરા ને પણ શુભેચ્છાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...