ભારત કૃષી પ્રધાન દેશ છે અને આજની યુવા પેઢી ખેતીથી દૂર થઈ રહી છે. જે આપણાં સૌ માટે દુઃખની બાબત છે. પરંતુ આ યુવા પેઢીને કૃષી- બાગાયત તરફ ખેંચવા માટે બદલાતા સમય સાથે નવીનતમ ટેકનોલોજીનો સમજણ પૂર્વક ઉપયોગ કરવાથી આપણે આપણી ખેતી વધુ સરળ અને નફાકારક બનાવી શકીએ.
એ માટે બાગાયત વિભાગનું સેંટર ઓફ એકસેલેન્સ ફોર મેંગો તાલાલા ખેડૂતો માટે અવનવી ટેકનોલોજીથી ખેડૂતોને વાકેફ કરી અને તેમના સુધી આ ટેકનોલોજી પહોચાડવા માટે સતત પ્રયત્ન શિલ છે. જે અંતર્ગત આંબાના બગીચામાં ડ્રોન દ્વારા કીટકનાશક, ફૂગ નાશક દવાનો છંટકાવ કરાયો છે. જેના દ્વારા ખેડૂત પોતાનો સમય અને દવાનો ખર્ચ બચાવી શકે છે.
તેમજ અસરકારક છંટકાવ કરીને રોગ અને જીવાતનું સમય સર નિયંત્રણ કરી શકે છે. વધુમાં ડ્રોન થી કોઈ પણ ખેડૂત ખુલ્લી ખેતી અથવા બગીચામાં છંટકાવ કરે તો એક એકરે સરકાર તરફથી 90 ટકા સુધીની સહાય પણ અાપવામાં આવે છે. તેમજ આ સહાયનો લાભ વધુમાં વધુ 5 વખત કુલ 5 એકરની મર્યાદામાં ખેડૂત લઈ શકે છે. તેમ બાગાયત અધિકારી વિજયસિંહ બારડ અને વિષય નિષણાંત દ્વારા જણાવવામાં આવ્યું છે. } તસવીર - જીતેન્દ્ર માંડવીયા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.