આજનો ખેડૂત આધુનિક બન્યો છે સાથે પ્રાકૃતિક બાગાયતનું મહત્વ સમજતો થયો છે. તેમજ ગાય આધારીત ખેતી કરી રસાયણોથી દૂર કુદરતી રેતી ઉત્પાદન મેળવી સીધો ગ્રાહક સુધી પહોંચાડી સારી એવી આવક મેળવી રહ્યો છે અને પોતાની ખેત પેદાશનો નફો વેપારીને ના આપી જાતે વેંચાણ કરી નફો કરતો થયો છે એમ બાગાયતી અધિકારી પ્રિતિબેન ગોહિલે જણાવ્યું હતું.
આવા જ એક તાલાલાના ધાવા ગામના પ્રગતિશીલ ખેડૂત નરસિંહભાઈ વાગડીયાએ એડવાન્સ એનેરોબીક જીવામૃત ગૌ ધરામૃત પ્લાન્ટના ઉપયોગથી આંબાના બગીચામાં પિયત દ્વારા ઉપયોગ કરાયું છે જેમાં 108થી વધુ પ્રકારનાં લભ્ય પ્રવાહી તત્વો છે તે છોડને સીધા મળે છે અને જમીનની ફળદ્રુપ્તા વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે.
આંબાના બગીચામાં ફલાવરીંગ આવવાના સમયે ઉપયોગ કર્યાના પરિણામે આંબાના બગીચામાં ખુબ જ સારું બંધારણ થયેલું છે અને ખેડૂતના જણાવ્યા મુજબ આ વર્ષે કેરીનું ઉત્પાદન પણ ખુબ જ સારું મળશે અને અન્ય ખેડૂતો પણ આ રીતે પ્રાકૃતિક ખેતી કરી પોતાની જમીનનું, પોતાના પરિવારનું તેમજ દેશના લોકોનું સ્વાથ્ય બચાવે તેવી આશા પણ વ્યક્ત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.