કારસ્તાન:હવે, આરંભડામાં બનાવટી ડ્રાઈવિંગ લાયસન્સ કૌભાંડ. ​​​​​​​વધુ 9 શખસો ઝબ્બે: જુદા જુદા 13 ખોટા લાયસન્સ પણ કબજે કરાયા

તાલાલા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેવભૂમિના સલાયા બાદ વધુ મીઠાપુર પંથકમાં પણ બોગસ બોગસ ડ્રાઈવિંગ લાયસન્સ રેકેટ ખૂલતા સનસનાટી મચી
  • બનાવટી ડ્રાઈવિંગ લાયસન્સ કૌભાંડમાં કુલ 15 પકડાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ખાતેથી પોલીસે બનાવટી ડ્રાઇવિંગ લાયસન્સ સાથે ત્રણ શખસોને દબોચી લીધા હતા જે બાદ ઉકત પ્રકરણ વિસ્તર્યુ હોવાની આંશકા સાથે એસઓજીએ પણ તપાસમાં ઝુકાવતા મીઠાપુરના આરંભડા પંથકમાંથી વધુ એક બનાવટી ડ્રાઇવિંગ લાયસન્સ કૌભાંડ પ્રકાશમાં આવ્યુ છે જેમાં પોલીસે અગીયાર આરોપીને દબોચી લીઘા હતા.અત્યાર સુધીમાં ચકચારી પ્રકરણમાં પોલીસે તેર બનાવટી ડ્રાઇવિંગ લાયસન્સ કબજે કર્યા છે જયારે સલાયા-મીઠાપુર મળી કુલ ધરપકડનો આંક પણ 15 પર પહોચ્યો છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર ખંભાળિયાના સલાયામાં મરીન પોલીસે બનાવટી ડ્રાઇવિંગ લાયસન્સનુ કારસ્તાન પકડી પાડીને બોગસ લાયસન્સ સાથે ત્રણ આરોપીની અટકાયત કરી લીઘી હતી.જે બાદ આ પ્રકરણમાં સ્થાનિક પોલીસ સાથે એસઓજીએ ઝુકાવ્યુ હતુ.જેમાં પેટ્રોલિંગ વેળાએ એસઓજીએ બાતમીના આધારે આરંભડા વિસ્તારમાંથી આરોપી એજાજ હાસમભાઈ સંઘારને સકંજામાં લીઘો હતો.જેના કબજામાંથી અમુક બનાવટી ડ્રાઇવીંગ લાયસન્સ મળી આવ્યા હતા.

જેની પોલીસે સધન પુછપરછ હાથ ધરતાવધુ અમુક શખસોની સંડોવણી ખુલી હતી.આથી પોલીસે અન્ય શખ્સો અલીરજા મોહમદહુશેન ગજન, ઈરફાન અનવર ગજન, ઇમરાન મામદ પઢીયાર, બિલાલ યાકુબ સિદી, અલી આમદ ભગાડ, ફિરોજ અયુબ ગાડા, યુસુફ બિલાલ ગજન, ખીમાં દેવા વારસાકીયાને પણ સકંજામાં લીઘા હતા.

પોલીસ તપાસમાં ઉકતશખ્સો દ્વારા બનાવટી/ખોટા ડ્રાઇવીંગ લાયસન્સ બનાવી કોઈપણ રાજ્ય સેવક તેની ફરજ દરમ્યાન ડ્રાઇવીંગ લાયસન્સ માંગણી કરે તો તેની સાથે ઠગાઈના ઇરાદે ખોટા ડ્રાઇવીંગ લાયસન્સને ખરા તરીકે ઉપયોગ કરી તે ખોટા હોવાનું જાણવા છતાં ખરા તરીકે ઉપયોગ કરવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં આરોપીઓ દ્વારા ખોટા ડ્રાઇવીંગ લાયસન્સ બનાવવા માટે અધિકારી કરે તેવી ખોટી ડીઝીટલ ઇલેક્ટ્રોનિક સહી કરી બનાવટી ડ્રાઇવીંગ લાયસન્સ બનાવવાનું કૌભાંડ એસઓજીએ ઝડપી લઇ આ સમગ્ર કૌભાંડ અંગે પોલીસે ઉપરોક્ત આરોપીઓ વિરુદ્ધ જુદી જુદી કલમો હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ મીઠાપુરના પીઆઇ જી.આર ગઢવી દ્વારા હાથ ધરાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...