ભારતીય કિસાન સંઘ ગીર સોમનાથ દ્રારા આકોલવાડી ગામે બેઠક યોજવામાં આવી હતી જેમાં ખેડૂતોના પ્રશ્ને ચર્ચાઓ કરાઈ હતી તેમજ આગામી 19 ડિસેમ્બરે દિલ્હી મુકામે કિસાન ગર્જના રેલી પણ યોજાશે જેમાં પોષણક્ષમ ભાવ, ખાતરમાં જીએસટી હટાવવાની માંગ કરાશે જેમાં ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો પણ જોડાશે આ બેઠકમાં રાષ્ટ્રીય કારોબારી સદસ્ય વિઠલભાઈ દુધાત્રા, મનસુખભાઈ પટોળીયા, ભરતભાઈ સોજીત્રા, રાજુભાઈ પાનેલીયા, પ્રવીણભાઈ છોડવડીયા, હાર્દિકભાઈ તળાવીયા, બાબુભાઇ મકવાણા, હાજાભાઈ વાળા, વિજયભાઈ રાજપૂત સહિતના આગેવાનો અને ખેડૂતો હાજર રહ્યાં હતાં. આ ઉપરાંત સ્નેહમિલન પણ યોજાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.