તાલાલા સહીત સમગ્ર ગીર પંથક માં છેલ્લા ચાર દિવસથી બગડેલું વાતાવરણ બનવા લાગતા કેસરી કેરી ઉત્પાદક ખેડૂતો માં ચિંતા ફરી વળી છે. કમોસમી વરસાદ થાય તેની સંભાવનાથી ખેડુતો માં બેચેની જોવા મળી રહી છે કેરી ના મોર ફૂટ્યા હોય તેમાં કેરી બધવા ની બંધારણ ની પ્રક્રિયાના મહત્વ ના તબક્કે વાતાવરણ બગાડતા કેરીના પાક નું ચિત્ર બગાડી શકે છે. હાલ કેરીના આંબા ઓમાં મોર નું આવરણ પુષ્કળ પ્રમાણ માં થઇ રહ્યું છે, નવેમ્બર માસ ના માધ્યમ ના મહત્વ ભાગથી ગીરમાં મોર આંબે આવવાનું શરૂ થયેલ તેવા બગીચાઓ માં હાલ મગીયા ( કેરીનું બંધારણ ) થવાની પ્રક્રિયાનો તબક્કો ચાલુ છે .
કેરીના મોર માં ફ્લાવરિંગ અને બંધારણ બગડે તો કેરીનો પાક નિષ્ફળ બની શકે તેવી સ્થિતિનું પ્રતિકૂળ વાતાવરણ ગીરમાં છેલ્લા ચાર દિવસ થી છવાયુ છે. બે દિવસ પવન ફુંકાતા કેરીના મોર તૂટી ને આંબા ઉપર થી ખરવા લાગ્યા હવે માવઠું થાય તેવું વરસાદી વાતાવરણ બે દિવસથી છવાતા કેરીના મોરમાં ન થવા સાથે બરો લાગી જ્યાંની શક્યતા વધવા લગતા ખેડૂતો ચિંતાતુર બની ગયા છે. ગીરમાં બગડેલા વાતાવરણથી આંબાઓમાં રોગ નો ઉપદ્વવ પણ વધશે તડતડીયો - મગીયો ની ઈયળ જેવી જીવાતો વધવા ની સંભાવના છે. ખેડૂતો એ વધારાના દવાંનાં છંટકાવ કરવા પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.