ભાંડો ફૂટ્યો:દિકરીનાં અંતિમ સંસ્કારમાં નજીકનાં સગાંને પણ ન બોલાવતાં ભાંડો ફૂટ્યો

તાલાલા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધૈર્યાનું મોત થયું કેવી રીતે? ભારે સસ્પેન્સ, સાંયોગિક પુરાવા પરથી ગુનો નોંધાશે

હિન્દુ ધર્મમાં સ્ત્રીને ઘરની લક્ષ્મી કહેવાય છે. આથીજ તેનું મૃત્યુ થાય તો સંધ્યાકાળ પછી તેનાં અંતિમ સંસ્કાર નથી કરાતા. સંધ્યા સમયે લક્ષ્મીને ઘરમાંથી ન કઢાય એવી તેની પાછળની માન્યતા છે. આમ છત્તાં અડધી રાત્રે ધૈર્યાનાં અંતિમ સંસ્કાર કરી નાંખ્યા એટલુંજ નહીં તેની અંતિમ ક્રિયામાં નજીકનાં સગાંને પણ ન બોલાવતાં ગામમાં અને સમાજમાં ચર્ચાનો દોર શરૂ થયો હતો. અને સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. તાલાલાનાં ધાવા ગામે ભાવેશ અકબરી નામનાં શખ્સ નોરતાંમાં આઠમની રાત્રે 14 વર્ષીય પુત્રી ધૈર્યાની હીચકારી હત્યા કરી નાંખી. અને 4 દિવસ સુધી તેને જીવતી કરવા તાંત્રિક મંત્રોચ્ચાર કરવા છત્તાં તેને જીવતી ન થતાં આખરે અડધી રાત્રે તેની અંતિમવિધી કરી નાંખી. એ વખતે નજીકનાં સગાંને પણ ન જાણ કરી. વળી હિન્દુ પરંપરા મુજબ સંધ્યા સમય બાદ સ્ત્રીની અંતિમવિધી નથી થતી. બીજા દિવસે સવારેજ થાય. પણ જો સવારે ધૈર્યાની અંતિમયાત્રા નીકળે તો નાનકડા ગામમાં ખબર પડ્યા વિના રહે નહીં. અને સ્મશાને કોઇ પહોંચે તો તેનું મૃત્યુ કેવી રીતે થયું એની પૃચ્છા પણ થયા વિના ન રહે. આથી અડધી રાત્રે 3 વાગ્યે પરિવારના માત્ર 7 સભ્યોએ ધાવાનાં સ્મશાનમાં જઇને તેના અંતિમ સંસ્કાર કરી નાંખ્યા હતા. પોલીસે ધાવાની બજારમાં 7 શખ્સો સાથે નીકળેલી અંતિમ યાત્રાનાં ફૂટેજ કબ્જે કર્યા છે. આમ આ ઘટનામાં પોલીસને મૃતકનો મૃતદેહ હાથ ન લાગ્યો હોઇ સાંયોગીક પુરાવાનાં આધારે ગુનો નોંધાશે. એફએસએલએ ધાવાના સ્મશાનમાંથી તેમજ ખેતરમાંથી કેટલાક નમુના પુરાવા રૂપે એકઠા કર્યા છે.

તાંત્રીક કોણ?
ભાવેશ અકબરીને પુત્રીની બલિ ચઢાવવાની પ્રેરણા આપનાર તાંત્રિક કોણ? એ સવાલ ઉઠી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...